Home Gujarat Jamnagar જામનગરમાં પુનમબેનના હસ્તે રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના...

જામનગરમાં પુનમબેનના હસ્તે રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત કરાયું

0

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી

શહેરની આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૨.૨૦ કરોડની ફાળવણી કરાઈ

સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના તથા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત કરાયું

જ્ઞાતિ, જાતી કે વોટબેંકની રાજનીતિથી પર રહી રાજ્ય સરકાર માત્ર વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધી રહી છે

સરકારે માત્ર નામથી જ નહી પરંતુ પાયાની તમામ સુવિધાઓ ઉભી કરી ગુજરાતના શહેરોને ખરા અર્થમાં મહાનગરો બનાવ્યા છે

જામનગર તા.૦૮ ઓગસ્ટ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

જે કાર્યક્રમના આઠમા દિવસે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સયુંક્ત ઉપક્ર્મે શહેરી જન સુખાકારી દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જ્ઞાતિ, જાતી કે વોટબેંકની રાજનીતિથી પર રહી રાજ્ય સરકાર માત્ર વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધી રહી છે. કોરોનાના કપરા કાળમાં પણ વિકાસની ગતી સરકારે અટકવા દિધી નથી જન-જનને જોડી સતત નવ દિવસ સુધી વિકાસ અભિયાન હાથ ધરી સરકારે દરેક જિલ્લાને એક પાયરી ઉપર ચડાવ્યા છે. માત્ર નામથી જ નહી પરંતુ પાયાની તમામ સુવિધાઓ ઉભી કરી શહેરોને ખરા અર્થમાં મહાનગરો બનાવ્યા છે. આપણા રાજ્યની અનેક યોજનાઓ આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. આ સરકાર વોટબેંકની રાજનીતિને નહી પરંતુ વિકાસની રાજનીતિને માનનારી છે અને તેથી જ પ્રજાએ પણ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વરેલી સરકારને સ્વિકારી છે જ્યારે ભાગલા પાડો અને રાજ કરો માં માનનારી સરકારને જાકારો આપ્યો છે.

કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ મુકી હતી.

કાર્યક્રમમાં શહેરી જન સુખાકારી દિન નિમિત્તે સાંસદ પુનમબેન માડમના હસ્તે મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૧-૨૨ માટે આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત મંજુર થયેલ રૂ.૭૫.૩૮ કરોડ પૈકી રૂ.૩૨.૨૦ કરોડના ચેકની અર્પણ વિધી કરાઈ હતી. તેમજ જામનગર મહાનગરપાલિકાના સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજનાના તથા નાણાપંચની ગ્રાન્ટ આધારીત રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોની લોકાર્પણ તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version