જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંક મુદ્દે જામ્યુકોમાં વિપક્ષનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં રહેલા જામ્યુકોના અધિકારીઓ સામે હલ્લાબોલ: ડે.મ્યુનિ. કમિશ્ર્નરની કચેરી બહાર પ્રદર્શન
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨: જામનગર શહેરમાં રઝળતાં ઢોરને વધી રહેલા આતંક સામે જામનગર મહાપાલિકાની દિશા વગરની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડની આગેવાનીમાં વિપક્ષી સભ્યો તેમજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ડીએમસી કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ડીએમસી સામે ઢોરની સમસ્યાના ઉકેલમાં સદંતર નિષ્ફળતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રઝળતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. આ અંગે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવે છે.