Home Gujarat Jamnagar ગુલાબનગરમાં ”હાજી શેરમામદ દોદાણી” ના ત્રાસથી ચોકીદારે ‘’ઓલ આઉટ’’ ગટગટાવ્યું

ગુલાબનગરમાં ”હાજી શેરમામદ દોદાણી” ના ત્રાસથી ચોકીદારે ‘’ઓલ આઉટ’’ ગટગટાવ્યું

0

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી : લુખ્ખા તત્વોના ત્રાસથી ચોકીદારે ‘ઓલ આઉટ’ ગટગટાવ્યું

  • હાજી શેરમામદ દોદાણી અગાઉ ગુલાબનગરમાં બાંધકામનું સુટીંગ કરવા ગયો હતો ત્યારે પણ બાંધકામ કરતા આસામીએ તેને લમધાર્યો હતો.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૪ માર્ચ ૨૩ જામનગરના ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતાં અને સંજયભાઈ પ્રજાપતિ નામના બિલ્ડરને ત્યાં ચોકીદારી કરતાં અબ્દુલભાઈ જોખીયા નામના યુવાન તેના ઘરે મચ્છર મારવાનું ઓલઆઉટ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફને ચોકીદાર અબ્દુલભાઈએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘’હાજી શેરમામદ દોદાણી ‘ નામનો શખ્સ બિલ્ડર સંજયભાઈ પ્રજાપતિ વિરૂધ્ધ મહાનગરપાલિકા અને કલેકટર ઓફિસમાં બાંધકામ બાબતની ખોટી અરજી કરતો હતો અને બિલ્ડરને ત્યાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઈને નોકરી મૂકી દેવાનું જણાવતા તેણે નોકરી મૂકવાની ”ના” પાડતા હાજી દોદાણીએ  ચોકીદારને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

જેના કારણે મનમાં ખોટું લાગી આવતા ચોકીદાર અબ્દુલએ મચ્છર મારવાનું ઓલઆઉટ પી ગયો હોવાનું જણાવ્યું હતું.’ જેના આધારે પોલીસે હાજી દોદાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.ઉલ્લેખનીય છે કે હાજી શેરમામદ દોદાણીએ અગાઉ પાંચ મહિના પહેલા ગુલાબનગર વિસ્તારમાં બાંધકામ સાઇટનું શૂટિંગ કરવા જતા બિલ્ડરે લમધાર્યો હોવાનું પણ માલુમ પડેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version