જામનગરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાથી ઘટના થી ચકચાર
-
વાલી દ્વારા શાળા સંચાલકોને જાણ કરાયા પછી પણ કોઈ પ્રત્યુતર નહીં મળતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ડિસેમ્બર ૨૪, જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.
તેણે રડતાં રડતાં પોતાના વાલી પાસે સમગ્ર બનાવની વાત કરી હોવાથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર મામલે શાળા ના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો.આખરે આજે સવારે આ મામલાને પોલીસ મથકે લઈ જવાયો છે, અને પોલીસ સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસમાં જોડાઈ છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.