જામનગર શહેરના વોહરાના હજીરા નજીક આવેલ રંગમતી નદી માંથી ગેરકાયદેસર માટી તેમજ રેતી ચોરી થતું હોવાનું કેમેરામાં થયું કેદ..
દેશ દેવી ન્યુઝ 28.જામનગર શહેરની મધ્યમાં આવેલ વોહરાના હજીરા નજીક રંગમતી નદી માંથી છેલ્લા બે દિવસથી કોઈ ઈસમો એ મજૂરો દ્વારા માટી ખોદી અને ટ્રેક્ટર ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે
છેલ્લા બે દિવસથી માંટી તેમજ રેતી કાઢવાની કામગરી મીડિયાના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણ કેમેરામાં કેદ થયું હતું અને સ્થળ ઉપર જઈ મીડિયા દ્વારા મજૂરોને પૂછવામાં આવતા જાણવા મળેલ કે છેલ્લા બે દિવસમાં ૧૦ જેટલા માટી તેમજ રેતીના ટેક્ટર કાઢવામાં આવ્યા છે મહાપ્રભુજીની બેઠક નજીક રહેતા એક મકાનમાં આ માટી તેમજ રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું મજુર દ્વારા કેમેરા સામે કબુલ કરવામાં આવ્યું હતું
આ સમગ્ર મામલે મીડિયા દ્વારા જ્યારે જામનગર મહાનગર પાલિકાના કમિશનર એ.કે વરસાણી નો સંપર્ક કરવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ પ્રકરણમાં મામલતદાર અથવા ખાણ ખનીજ વિભાગના કોઇ અધિકારી ઓ કામગીરી કરી શકે મહાનગરપાલિકાને આ માટે કોઇ સત્તા આપવામાં આવી નથી.
આવતા દિવસોમાં આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખનીજ માફિયાઓ ને ખુલ્લો દોર મળશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે