Home Devbhumi Dwarka ખંભાળીયાના ઝાકસીયામાં સહિયારા ફૂવામાંથી પાણી લેવા બાબતે પતિ પત્નીએ કૌટુંબિક ભાઈને ઢીંબી...

ખંભાળીયાના ઝાકસીયામાં સહિયારા ફૂવામાંથી પાણી લેવા બાબતે પતિ પત્નીએ કૌટુંબિક ભાઈને ઢીંબી નાખ્યો

0

ઝાકસીયા ગામે સહિયારા કુવાના પાણી બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારમારી

  • મજમુ કુવામાં પાણી લેવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ડખ્ખો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ જાન્યુઆરી ૨૩ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે રહેતા હરજીભાઈ કરશનભાઈ ભટ્ટ તથા આ જ વિસ્તારમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ વેલજીભાઈ માધાભાઈ ભટ્ટના સહિયારા કુવામાં પાણીના વારા બાબતે બોલાચાલી થયા બાદ વેલજીભાઈ તથા તેમના પત્ની મંજુબેન દ્વારા ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઈજાઓ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આથી પોલીસે હરજીભાઈ ભટ્ટની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં વેલજીભાઈ તથા તેમના પત્ની મંજુબેન સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. નાના એવા ગામમાં પાણી બાબતે ધોકા ફટકારતા ભારે ચકચાર મચી જવા પામી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version