લાગતા વળગતાને ગોઠવ્યા બાદ વધુ ૩ આચાર્યની બદલી કરતા વિવાદ: શિક્ષણ સમિતિમાં વહીવટ કેવો ચાલે છે તે વાત પુરવાર થઇ છે.
પ્રવાસી શિક્ષકોની ભરતી રદ કરો : શિક્ષણમંત્રીને લખ્યો પત્ર: વિપક્ષી નેતા આનંદ રાઠોડ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઇ ૨૨ જામનગર મહાનગ રપાલિકાની શિક્ષણ સમીતીએ કરેલ ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીનું ભૂત હજુ સમ્યું નથી ત્યા નવું ગતકડું જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 29 પ્રવાસી શિક્ષકોને નિયમો ચાતરીને ભરતી કરવાનું પ્રકરણ ગાજી રહ્યું છે તેના વચ્ચે સરકારના નિયમોનો ઉલાળીયો કરી ત્રણ આચાર્યોને બદલી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સરકારની મનાઈ હોવા છતા આચાર્ય ને બદલી કરતા શિક્ષણ સમિતિ હવે ઘરની સમિતિ બની ગયું હો હોય કેવી રીતે કામકાજ કરી રહી છે.