Home Gujarat Jamnagar જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન: 11 લોકોને હડફેટે લીતે કાર :...

જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન: 11 લોકોને હડફેટે લીતે કાર : 1નું મોત

0

જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન: 11 લોકોને હડફેટે લીતે કાર, એકનું મોત

  • પ્રૌઢા તેમના પુત્ર અને પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજા : નાઘેડી તરફના રસ્તે કાર પલટી ખાઈ ગઈ

દેશ દેવી ન્યુઝ તા.૬ ઓક્ટોબર ૨૨: જામનગરના દરેડ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ચારણવાસમાં રહેતાં પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના ગરબી જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે આવતી સફેદ કલરની કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું છે.હિટ એન્ડ રનના બનાવની માહિતી મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં ચારણવાસમાં રહેતા કુંવરબેન રાણસુરભાઈ રવશી તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના સમયે ગરબી જોઇને પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે બેફીકરાઇથી આવતી સફેદ કલરની કારના ચાલક જેઠા નાગશી ગઢવીએ પ્રૌઢા અને તેના પરિવારજનો સહિતના 11 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં પ્રૌઢા અને તેમના પુત્ર તથા પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે આલીબેન ઉર્ફે આલુ રામસુર રવશી ઉ.20 નામની યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા 11 વ્યકિતઓને ઠોકરે ચડાવ્યાં હતા, જે બાદ કાર નાઘેડી તરફના રસ્તે પલટી ખાઈ ગઇ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઇ આર.એ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કુંવરબેનના નિવેદનના આધારે કારચાલક જેઠા નાગશી ગઢવી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version