Home Gujarat Jamnagar જામનગરમાં ઝડપાતી હાઈપ્રોફાઈલ જુગારની કલબ: રાજકીય માથાઓ સહિત 23 ઝડપાયા: જુવો Video

જામનગરમાં ઝડપાતી હાઈપ્રોફાઈલ જુગારની કલબ: રાજકીય માથાઓ સહિત 23 ઝડપાયા: જુવો Video

0

જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લબ પર એલસીબીનો દરોડો

જામનગરમાં ઝડપાતી હાઈપ્રોફાઈલ જુગારની કલબ : બિપીન ચાવડા, આરીફ ખફી, સચિન માડમ, અલી પટેલ, સહિતના 23 પન્ટરની ધરપકડ: રૂા.8.74 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુન્હા શોધક શાખાના શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજ ખફીની બાતમીને મળી મોટી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર 12 મે ૨૨ જામનગરમાં સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની કલબ પર ગઈ રાત્રે એલસીબીની ટીમ ત્રાટકી હતી, અને એકી સાથે 24 આરોપીઓને ઘોડીપાસા નો જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા પોણા નવ લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે. આ દરોડા ને લઈને ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.જામનગર કાલાવડ નાકા બહાર સનસિટી સોસાયટીમાં રહેતા અબ્દુલ ગફારભાઇ ખફી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાની કલબ ચલાવવામાં આવી રહી છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી અનેક જુગારીયા તત્વો મોટા પાયે ઘોડી પાસા નો જુગાર રમવા આવી રહ્યા છે, તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમના સભ્યોને મળી હતી. જેથી એલ.સી.બી.ના પી.એસ.આઇ કે.કે.ગોહિલ તથા તેમની રાહબરી હેઠળની ટીમે ગઈ રાત્રે ઉપરોક્ત મકાન પર દરોડો

પાડયો હતો. જે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શખ્સો એકત્ર થયા હતા, અને ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા રંગેહાથ પકડાયા હતા.એલસીબીની ટીમે કુલ 23 પૈકી મકાન માલિક અબ્દુલ ગફાર ખફી, ઉપરાંત ફૈઝલ મહંમદભાઈ સંધિ, મોહસીન સતાભાઈ પીંજારા, વસીમ હુસેનભાઇ મેમણ, વસીમ યુસુફભાઈ દરજાદા, અમીન હાસમભાઈ ખફી, નજીર કાસમભાઈ ખફી, અબ્દુલ રજાક જુમાભાઈ વાઘેર, અલ્તાફ સતારભાઈ આંબલીયા, બહાઉદીન અબ્બાસભાઈ ખફી, જાવીદ મહમદહુસેન મેતર, વસીમ હાસમભાઇ ખફી, ફૈઝલ હસનભાઈ આરબ, સાજીદ વલીમામદ પીંજારા, તાહેર સૈફુદ્દીન વોરા, મયુર બુધાભાઈ કારેઠા, સુનિલ સુરેશભાઈ મારુ, સચીન વલ્લભભાઈ માડમ, આસિફ અનીશભાઈ ખીરા, અસલમ સતારભાઈ પીંજારા, આરીફ જુમાભાઈ ખફી, હારુન સુલેમાનભાઈ આંબલીયા, તેમજ બીપીન સોમાભાઈ ચાવડા વગેરેની અટકાયત કરી લીધી હતી.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74,000ની માલમતા કબજે કરી લીધી છે. ઘોડીપાસાના આ દરોડા ને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version