Home Gujarat Jamnagar જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારીને ”લાંચ” કેસમાં આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારીને ”લાંચ” કેસમાં આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ

0

જામનગર જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારી અગ્રણીને લાંચ કેસમાં આગોતરા જામીન મળ્યા

  • પાંચ વર્ષ સુધી તપાસ ચાલુ રાખી અને નિવૃત થયા બાદ ગુનો નોંધયો હતો
  • નાખુશ અધિકારીએ કરવામાં આવેલ અરજીના ઇશારે ACBના અલગ- અલગ અધિકારીએ તપાસ કરી હતી.
  • સેશન્સ અદાલતમાં નાંમજૂર કર્યા બાદ હાઈકોર્ટે મંજૂર કર્યાં

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૮ નવેમ્બર ૨૨ જામનગર જિલ્લા પંચાયતમાં ફરજમાંથી નિવૃત્ત બાદ દેવેન્દ્રસિંહ પરમાર સામે અગાઉ થયેલી અરજીના અનુસંધાને આવક કરતા રૂ.45.38 લાખની અપ્રમાણસરની મિલકતો પ્રાપ્ત કરી છે તેવા આક્ષેપ સાથે એસીબીએ ગુનો નોંધ્યો હતો. આથી તેમણે જામનગરની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી. આથી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે ચાલી જતાં વકીલની એક અધિકારી નાખુશ થતાં કરવામાં આવેલી અરજીની 5 વર્ષ સુધી તપાસ ચાલુ રાખવામાં આવી છે તે સહિતની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા

ગોકળગાયની ગતીએ ચાલતી તપાસ 2016થી આરોપી 2021માં નિવૃત થયા ત્યાં સુધી જુદા જુદા ચાર એ.સી.બી.ના અધિકારીઓએ તપાસ ચાલુ રાખી હતી. જે દરમિયાન અરજદારની અને તેના પરીવારના સભ્યોના નામે આવેલ તમામ સ્થાવર જંગમ મિલકતો અંગે 5 વર્ષ સુધી તપાસ ચાલુ રહી હતી. પરંતુ આરોપી નોકરીમાં હતા ત્યાં સુધી આરોપી સામે અરજી આધારે ચાલતી તપાસ અંગે ગુનો નોંધવામાં આવેલ ન હતો.

આરોપી નિવૃત થયા બાદ આ આરોપીએ 10 વર્ષના સમયગાળામાં તેની આવક કરતા 45.38% મિલકતો અપ્રમાણસર રીતે પ્રાપ્ત કરી છે તેવા આક્ષેપ સાથે રૂા. 24,77,235/- ની અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાના આક્ષેપ સાથે આરોપી નિવૃત થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી સામે ગુનો દાખલ થતા આરોપીએ આગોતરા જામીન મેળવવા જામનગર સેશન્સ અદાલતમાં અરજી કરેલી જે નામંજુર થતાં વકીલ વી.એચ. કનારા મારફત ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે આરોપીએ 1985 થી 2021 સુધી 36 વર્ષ જેટલો સમય જામનગર જિલ્લા પંચાયતમાં કર્મચારી તરીકે ફરજ બજાવી છે.

આરોપી ખેડુત પરીવારના સભ્યો છે. ફરજ દરમિયાન કર્મચારી મંડળના પદાધિકારી તરીકે જિલ્લાના વડા અધિકારીઓ સમક્ષ કર્મચારીના પ્રશ્ર્ને રજુઆત કરતા રહ્યા છે. એક અધિકારી નાખુશ થતા તેના ઇશારે કરવામાં આવેલી અરજી આધારે એ.સી.બી. પોલીસે પાંચ વર્ષ સુધી અરજીની તપાસ ચાલુ રાખી છે. આ સમગ્ર તપાસ દરમિયાન અનેક વખત આરોપી અને પરીવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવેલા છે. પરંતુ કેસના સંજોગો જોતા આ કિસ્સામાં પ્રોસીકયુશનની મંજુરી મળી શકે તેવા સંજોગો ન હતા.

આથી એ.સી.બી. પોલીસે નિવૃત થયેલ કર્મચારી સામેના કેસમાં પ્રોસીકયુશનની મંજુરીની કાનુની જરૂર રહે નહીં તે બાબત ધ્યાને લઇને આરોપી નિવૃત થયા બાદ હાલની ફરિયાદ કરી છે. એ.સી.બી. પોલીસ આ રીતે રમત રમી શકે નહી. આરોપીએ હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે.

આ સંજોગોમાં આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ. ઉભયપક્ષની રજુઆતો બાદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી નિખીલ કરીયલે કેસના સંજોગોને ધ્યાને લઇને પાંચ વર્ષ જેટલા લાંબા સમય બાદ કરવામાં આવેલી ફરીયાદની હકિકત ધ્યાને લઇને આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા છે. આરોપી તરફે વકીલ વી.એચ. કનારા રોકાયા હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version