Home Gujarat Jamnagar પટેલ કોલોની નંબર-9 માં વેપારી ઉપર 8 શખસનો હિચકારો હુમલો..

પટેલ કોલોની નંબર-9 માં વેપારી ઉપર 8 શખસનો હિચકારો હુમલો..

0

જામનગરના પટેલ કોલોની નં.9 માં વેપારી ઉપર હિચકારો હુમલો..

યુવાનને રસ્તા વચ્ચે ઉભો રાખી 10 થી 12 શખસોએ માર મારતા ફ્રેકચર અને હેમરેજ જેવી ઇજાઓ પહોંચાડી ધમકી પણ આપી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૯  જામનગરના પટેલ કોલોની-9 ના છેડે વેપારી યુવાનને રસ્તા વચ્ચે ઉભા રાખીને છોકરાઓને કેમ માર માર્યો હતો તેમ કહીને 10 થી 12 જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચીને પાઇપ, લાકડી, ગેડીયા વડે હુમલો કરી ફ્રેકચર અને હેમરેજ જેવી ઇજાઓ પહોંચાડીને ધમકી દીધી હતી.

આ અંગે ચાર સહિતના શખ્સો સામે રાયોટીંગ તથા અન્ય કલમ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની પટેલ કોલોની-7ના છેડે અજંતા સોસાયટી બ્લોક નં. 5 માં રહેતા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (ઉ.વ.45) ને ગત તા. 26ના રોજ પટેલ કોલોની-9 ના છેડે પ્રોવિઝન સ્ટોર પાસે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી એક સંપ કરી લાકડાની ગેડીઓ, પાઇપ, લાકડીઓ લઇ આવી રસ્તાની વચ્ચે ફરીયાદીને ઉભા રાખીને અમારા છોકરાઓને સાંજે કેમ મારેલ હતા તેમ કહીને અપશબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરાંત હુમલો કરીને હાથમાં ફ્રેકચર કરી બંને પગ તથા પીઠમાં મુંઢ ઇજા અને આંખ-કપાળના ભાગે સામાન્ય ઇજા તેમજ માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી.

દેવેન્દ્રસિંહ ચાવડા દ્વારા સીટી-બી ડીવીઝનમાં વિરલ, રિધીશ, રાઠોડ, જાડેજા તેમજ સાતથી આઠ અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ આઇપીસી કલમ 325, 323, 143, 146, 147, 504, 506(2), 114 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે અને ફરીયાદ આધારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version