Home Gujarat Jamnagar સ્વાસ્થય પ્રેમી : ગોકુલનગરમાં કરિયાણાની દુકાનમાંથી કાજુ-બદામની ચોરી

સ્વાસ્થય પ્રેમી : ગોકુલનગરમાં કરિયાણાની દુકાનમાંથી કાજુ-બદામની ચોરી

0

સ્વાસ્થય પ્રેમી ચોર: દુકાનમાંથી કાજુ-બદામ-રોકડની ચોરી: ભારે કરી

  • ગોકુલનગરનો બનાવ : કાજુ-બદામ તથા રૂપિયા દસ હજાર ઉઠાવી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૭ ફેબ્રુઆરી ૨૩ જામનગરના ગેાકુલનગર રડાર રોડ સામે આવેલી બારાડી ટ્રેડર્સ નામની કરીયાણાની હોલસેલ દુકાનમાં રાત્રીના સમયે કોઇ અજાણ્યો તસ્કર દુકાનમાં ઘુસી તેમાં રાખેલા રૂા. 10 રોકડ તથા રૂા. 5200 ની કિમતના કાજુ-બદામ ચોરી કરી લઇ જતાં કલાભાઇ સામજીભાઇ નકુમે અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ સીટી-સી ડીવી.માં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

બનાવ બાદ પોલીસે આ વિસ્તારમાં રહેલા તમામ સીસી ટીવી કેમેરા પણ ચેક કરવામાં લાગી ગઇ છે જેથી તસ્કરોનો ભાળ મળી શકે. ચોરી રાત્રીના સાડાદશથી સવારના આઠ વાગ્યા દરમિયાન થઇ છે. જેને લઇને પોલીસ તપાસમાં લાગી ગઇ છે, ચોરીના બનાવ અંગે હેડ કોન્સટેબલ એસ.એમ. સીસોદીયા તપાસ ચલાવી રહયા છે. બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version