Home Gujarat Jamnagar હાલારની મહાકાય ‘નયારા એનર્જી’ ખાનગી કંપનીના મેનેજરનું અપહરણથી ખળભળાટ

હાલારની મહાકાય ‘નયારા એનર્જી’ ખાનગી કંપનીના મેનેજરનું અપહરણથી ખળભળાટ

0

હાલારની મહાકાય ખાનગી કંપની ‘નયારા એનર્જી’ના મેનેજરનું અપહરણથી ખળભળાટ

કંપનીના નવા પ્રોજેક્ટમાં રૂા.પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા ચાર શખ્સો દ્વારા ધમકી આપ્યા હોવાનું ઘટસ્ફોટ

કારમાં અપહરણ કર્યા બાદ ધમકી આપી છોડી મૂક્યો

ચાર અપહરણકર્તાઓને શોધવા પોલીસ તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
હાલારની મહાકાય ખાનગી કંપની એવી વાડીનાર સ્થિત નયારા એનર્જી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા અને જામનગરમાં સરૂ સેકશન રોડ પર આવેલા ગુરૂકૃપા હાઇટ્સમાં રહેતા પવનકુમાર મનીન્દરકુમાર શર્મા નામના યુવાન ગત તા.15 ના ગુરૂવારે સાંજના સમયે તેની ઇનોવા કારમાં જામનગર તરફ આવતા હતા ત્યારે મેઘપર ગામના પાટિયા પાસે  GJ23 CE 7777 નંબરની ક્રેટા કારના ચાલકે ઇનોવાને આંતરી હતી અને તેમાંથી રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ કારમાંથી ઉતરીને પવનકુમારને તેની કારમાંથી બળજબરીથી ઉતારી પતાવી દેવાની તેમજ ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી ક્રેટા કારમાં બેસાડી નવા પ્રોજેક્ટમાં ટેકનીક ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીમાં પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અપહરણ કરી લઇ ગયા હતાં અને માનસિક પરેશાન કરી મૂક્યા હતાં.

ત્યારબાદ મેનેજરને છોડી મૂક્યા હતા અને મેનેજરને ફોન ઉપર પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અવાર-નવાર ધમકીઓ આપી હતી. પાંચ કરોડના કોન્ટ્રાક્ટ માટે મળતી ધમકીઓથી ત્રસ્ત પવનકુમારે આ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.આર.સિસોદીયા તથા સ્ટાફે અપહરણકર્તાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version