Home Gujarat Jamnagar જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે ભરત સુવા અને લા.સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજાનો...

જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે ભરત સુવા અને લા.સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજાનો ભવ્યવિજય

0

જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે સતત આઠમી વખત ભરત સુવાનો વિજય

ઉપપ્રમુખ તરીકે અશોકભાઇ જોશી, મંત્રી તરીકે મનોજ ઝવેરી, લા.સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજા તેમજ રઘુવીરસિહ કંચવા સહિત કારોબારી સભ્યોનો ભવ્ય વિજય..

દેશ દેવી ન્યુઝ જામનગર 25 : જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ગઇકાલે સાંજ સુધી સદસ્યો દ્વારા ઉત્સાહભેર મતદાન કરાયા બાદ હાથ ધરાયેલી મત ગણતરીમાં સતત આઠમી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં શુક્રવારે સવારથી સાંજ સુધી વકીલો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવતા કુલ મતદાન 76.63 ટકા નોંધાયું હતું, ત્યારબાદ આરંભવામાં આવેલી મત ગણતરી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેવા પામી હતી, બાર એસો.ના કુલ 1095 સદસ્યો હોય, પરંતુ છેલ્લા બે વર્ષ દરમ્યાન સદસ્યોના થયેલા અવસાનના પગલે 4ર સભ્યોના નામો કમી કરવામાં આવતા આ ચૂંટણીમાં કુલ 10પ3 મતદારો રહેવા પામ્યા હતા.બાર એસો.ની સવારથી આરંભવામાં આવેલ મતદાનમાં સાંજના 4.30 કલાક સુધીમાં 1053 માંથી 807 મત પડ્યા હતા, આમ દિવસ દરમ્યાન કુલ 76.63 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ બાર એસો.ના રૂમમાં જ મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ મત ગણતરી રાત્રિના 10 વાગ્યા સુધી અવિરત જારી રાખવામાં આવી હતી.

પરિણામ જાહેર કરાતા પ્રમુખ પદે સતત આઠમી વખત ભરતભાઇ સુવાનો વિજય થયો હતો. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વિજેતા થયેલા અશોકભાઇ જોશીનો વિજય થયો હતો.

આ ઉપરાંત અન્ય હોદ્દેદારોને પણ બાર એસો. ના સદસ્યોએ હર્ષભેર વધાવી લીધો હતો, ન્યાયાલયના પટાંગણમાં દિવાળીને જેમ ફટાકડાઓ ફોડી વિજયને વધાવવામાં આવ્યો હતો, આ વેળાએ દરેક સદસ્યોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version