જામનગરના હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી, હોસ્ટેલ ખાલી કરવા નોટિસ
તબીબો પણ લડીલેવાના મુડમાં શનિવારે કાળો દિવસ મનાવ્યો
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: રાજયમાં હડતાળિયા તબીબો વિરૂદ્ધ હવે સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી છે.જામનગરની મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવા સત્તાધીશોએ નોટિસ ફટકારી છે.
તેમજ હોસ્ટેલના કેટલાક વિભાગોમાં વીજળી પાણીની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.જોકે સરકારની આકરી કાર્યવાહી છતાં બોન્ડેડ તબીબો લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે અને ટસના મસ થવા તૈયાર નથી.
તબીબોએ જાહેરાત કરી છે કે તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલનનો માર્ગ નહીં છોડે.મહત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ તબીબો હડતાળનો અંત લાવે તે માટે સરકારે દબાણ લાવવા હવે આકરૂ વલણ અપનાવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરો ની હડતાળ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. જો કે તેના વિરોધમાં શનિવારે જામનગરમાં બોન્ડેડ તબીબો કાળો દિવસ મનાવશે. સરકાર એક તરફ હડતાળિયા બોન્ડેડ તબીભોને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
જેમાં સરકારે બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ ફટકારી છે. તેમજ તબીબોની હોસ્ટેલનું વીજ જોડાણ અને પાણીની સુવિધા પણ બંધ કરાઇ છે.
જેના પગલે તબીબોએ આખી રાત્રી મુશ્કેલીમાં વિતાવી હતી. જો કે તેમ છતાં તબીબો શનિવારે કાળા કપડા સાથે બ્લેક ડે તરીકે ઉજવી પોતાની માંગણીઓ દોહરાવશે.