Home Gujarat સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

0

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા સરકારનો મોટો નિર્ણય, સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

ગુજરાતી ભાષાનું મહત્વ અને ગૌરવશાળી ઇતિહાસ જાળવવા મહત્વનો નિર્ણય લેવાયો છે.. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે પરિપત્ર કર્યો છે કે સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે. પ્રથમ તબક્કામાં આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં નિર્ણયનો અમલ કરાશે.

આ શહેરોના સાર્વજનિક સ્થળો પર જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેમકે, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, શાળા, કોલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કોફી શોપ, વાંચનાલયમાં સૂચના અને માહિતીના બોર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. ટૂંકમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.મહત્વનું છે કે ‘ગુજરાતી’ એ એક ફક્ત ભાષા નથી. પરંતુ ખૂબ જ બહોળો અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી સંસ્કૃતિ છે. પણ હાલમાં શહેરીકરણની સાથે-સાથે પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.. જેના કારણે શહેરોમાં આજે ગુજરાતી ભાષાનું ઘટતું જઈ રહ્યું છે. લોકો અંગ્રેજી અને હિન્દી ભાષાને અગ્રીમતા આપતા થયા છે.. તેથી ગુજરાતી ભાષાના મહત્વને જાળવી રાખવા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version