લાલપુર ની ગુજરી બજારમાં ખરીદી કરવા ગયેલા સણોસરા ગામના એક મહિલાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ
-
૨૦ થી ૨૫ વર્ષની ઉંમરનો એક શખ્સ કાનમાં પહેરેલું ૯૦,૦૦૦ નું સોનાનું વેઢલું ખેંચીને ભાગી છૂટ્યાની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, માર્ચ ૨૫ જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની છે, અને એક મહિલાના કાનમાંથી રૂપિયા ૯૦,૦૦૦ ની કિંમત ના સોના ના વેઢલાની લૂંટ ચલાવાઇ હોવાનો બનાવ લાલપુર પોલીસ મથકે નોંધાયો છે, અને પોલીસ ટુકડી આરોપીને શોધી રહી છે.