જામનગર નજીક ચંગા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને બોલેરો પીકપ વેન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો
-
બોલેરોના ચાલકનું અંતરિયાળ મૃત્યુ : જ્યારે બસમાં બેઠેલા અન્ય ૧૫ મુસાફરો ઘાયલ : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, માર્ચ ૨૫ જામનગર નજીક ચંગા ગામની પાસે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી, અને બોલેરો પલટી મારી ગયો હતો, તેમ જ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરો ના ચાલક મોટા થાવરીયા ગામના જસ્મીન મનસુખભાઈ તાળા (ઉમર વર્ષ૩૦) ને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.