Home Gujarat Jamnagar પ્રેમીકાએ બીજે લગ્ન કરી લેતા યુવાને ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

પ્રેમીકાએ બીજે લગ્ન કરી લેતા યુવાને ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

0

ખંભાળિયા: પ્રેમીકાએ બીજે લગ્ન કરી લેતા યુવાને ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હાપીવાડી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ભવાનભાઈ કછટીયા નામના 37 વર્ષના યુવાને પોતાની વાડીએ આંબાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

ઉપરોક્ત યુવાન એક યુવતીના પ્રેમમાં હોય અને તેણીએ અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધા હોય, તેથી મહેન્દ્રભાઈ કછટીયા છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા.

આ પરિસ્થિતિમાં તેણે બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હોવાની જાણ મૃતકના પિતા ભવાનભાઈ માવજીભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version