Home Gujarat Jamnagar જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું...

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

0

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વિષેશ સુવિધા નો પ્રારંભ: કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

  • આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ૩૦ મિનીટ સુધી ટોકન નંબર ચાલશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર શ્રી તરફથી શરુ કરાયેલી Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & Share સુવિધા ચાલુ કરવામાં આવેલી છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં.

દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે, જેના સ્ટેપ આ સાથે દર્શાવેલા છે. દર્દી અને તેમના સગા દ્વારા મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટોકન નંબર મેળવી લેવાથી તે ટોકન ૩૦ મિનિટ સુધી ચાલશે, અને દર્દીઓએ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.

  1. જેના સ્ટેપ મુજબ સૌપ્રથમ તમારા સ્માર્ટ મોબાઈલમાં આભા(ABHA) એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  2. ત્યારબાદ આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરવા.
  3. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવશે.
  4. ઓ.ટી.પી નાખ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર ઉમેરવાનો રહેશે.
  5. આભા એડ્રેસ નીચે માંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે.
  6. દર્દીનું આભા એડ્રેસ અને નંબર આ એપમાં જોવા મળશે, જે દ્વારા આ સુવિધાનો લાભ મેળવી શકાશે.
  7. આભા કાર્ડ બનાવ્યા પછી નીચે મુજબના QR કોડને સ્કેન કરીને કેસની નોંધણી ઘરેથી કરાવી શકાશે.
  8. નોંધણી કરાવ્યા પછી દર્દીને એક ટોકન નંબર મળશે, જે ૩૦ મિનીટ સુધી ચાલશે.

૩૦ મિનીટની અંદર જી.જી. હોસ્પિટલમાં આભા કેસબારી પરથી તાત્કાલિક કેશ મેળવી શકાશે. અને દર્દીને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે રાહ જોવી પડશે નહિ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version