જામનગર નજીક દરેડ-મસીતીયા રોડ પર એક ભાડાની ઓરડીમાંથી ગેરકાયદે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રિફિલિંગ નું કારસ્તાન પકડાયું
- એસ.ઓ.જી.ની ટુકડીએ પાડેલા દરોડામાં પરપ્રાંતિય શખ્સ ગેરકાયદે ગેસ રિફિલિંગ નું કૌભાંડ ચલાવતા રંગે હાથ પકડાયો
- ૧૮ નંગ રાંધણ ગેસ ભરવા માટેના ખાલી અથવા ભરેલા બાટલા: ગેસની નળી- રેગ્યુલેટર- વજન કાંટો સહિતની સામગ્રી કબજે
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડીસેમ્બર ૨૩, જામનગર નજીક દરેડ મસીતીયા રોડ પર એક ભાડાની ઓરડીમાં રાંધણ ગેસના બાટલા માંથી ગેસ રીફિલિંગ નું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું અને લોકોના જન આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા નું એસ.ઓ.જી. શાખા ને ધ્યાનમાં આવ્યું હતું.જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ દરોડો પાડી એક શખ્સને અટકાયતમાં લીધો છે, અને તેની પાસેથી નાના મોટા ૧૮ નંગ રાંધણ ગેસના ખાલી-ભરેલા બાટલા સહિતની સામગ્રી કબજે કરી છે.
એસ.ઓ.જી.વની ટુકડીએ બનાવના સ્થળેથી ખાલી અને ભરેલા નાના-મોટા ૧૮ નંગ રાંધણ ગેસના બાટલા, ઉપરાંત ઈલેક્ટ્રીક મોટર, ગેસના બાટલાનું રેગ્યુલેટર ઇલેક્ટ્રીક વજન કાંટો સહિત ની સામગ્રી કબ્જે કરી લીધી છે, અને પર પ્રાંતિય શખ્સ નિશાંત શ્રીવાસ્તવ ની અટકાયત કરી લઈ તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે.