Home Gujarat Jamnagar જામનગરમાં સાધના કોલોનીના બદલે અન્યત્ર મકાનો બનાવી દેવાની રમત

જામનગરમાં સાધના કોલોનીના બદલે અન્યત્ર મકાનો બનાવી દેવાની રમત

0

જામનગરમાં સાધના કોલોનીના બદલે અન્યત્ર મકાનો બનાવી દેવાની રમત: રહેવાસીઓ દ્વારા બેઠક યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ નવેમ્બર ૨૩  જામનગરની સાધના કોલોની એલ-૧ થી એલ-ર૭ જે સાધના કોલોની એલઆઈજી ૩ર૪ ના નામે ઓળખાય છે. તેને હાઉસીંગ બોર્ડ તરફથી અવારનવાર ફ્લેટધારકોને નોટીસો મળી રહી છે. તેના અનુસંધાને ગત્ રાત્રે ફ્લેટધારકોની મિટિંગ મળી હતી, અને જુની સાધના કોલોની ફ્લેટકારક અને દુકાન હિતરક્ષક સમિતિ નામનું સંગઠન બનાવાયું હતું. જે બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે, જો હાઉસીંગ બોર્ડ રી-ડેવલોપમેન્ટ કરે તો ૭પ ટકા ફ્લેટધારકો મંજુરી આપે તો જે સ્થળે મકાન છે, તેજ સ્થળે નવા મકાન બનાવી આપવા અને જે લોકો પાસે દસ્તાવેજ નથી તે લોકોની પાવર ઓફ એટર્ની માન્ય રાખવી અને જ્યાં સુધી આ મકાન બને નહીં ત્યાં સુધી હાઉસીંગ બોર્ડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.ઉપરાંત નાના વેપારી જ્યાં ધંધો કરે છે, રોજગારી ચલાવી રહ્યા છે તેમને નવા સંકુલમાં વ્યવસ્થા કરી આપવી અને મકાન બની જાય ત્યારે દસ્તાવેજો પણ કરી આપવા તેમજ ફ્લેટધારમો પાસે કોઈ લેણું નથી તો નવા મકાનમાં કોઈ વધારાના રૃપિયા ભરવા ન પડે તેની કાળજી રાખવી.૧૯૮૧-૮૩ વચ્ચે ઉપરોક્ત મકાન ફાળવવામાં આવ્યા ત્યારે જગ્યાનો ભાવ પ૦ રૃપિયા હતો, જ્યાં હાલ જે ભાવ ૮ થી ૧૦ હજાર છે. એટલે આ જગ્યા પેન્ડીંગ રાખી અન્ય જગ્યા એ મકાન બનાવા ની એક ચાલ રમાઈ રહી છે. આથી આ જ જગ્યામાં મકાન બને તેવો સુર પણ ઉઠવા પામ્યો હતો.મળતી માહિતી મુજબ ફ્લેટધારકોની કોરા સંમતિ પત્રમાં સહી કરાવી લેવામાં આવી છે. આમ અન્ય ફ્લેટધારકોએ સહી કરતા પહેલા પૂરતી વિગત જાણવી તે જરૃરી છે.નવી સાધના કોલોનીમાં બાંધકામ જ્યારથી નવું થયું ત્યારથી લોકજાગૃતિ જોવા મળે છે. નબળા બાંધકામની ફરિયાદો ઊઠવા પામી છે, પરંતુ જુની સાધના કોલોનીનું મજબૂત બાંધકામ છે. આ અંગે સરકારમાં આ ફ્લેટનું બાંધકામ નબળું પડ્યું છે કે કેમ ? તે અંગે નો રિપોર્ટ કરાવ્યા પછી જ આગળ વધવું.જો બાંધકામ નબળું હોય તો રી-ડેવલોપમેન્ટ પ્રોસીજર માટે સરકારે અંગત રસ લઈ યોગ્ય પગલાં લેવા તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version