જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મહેફીલ પર ત્રાટકતી એલસીબી
- ત્રણ શખસો રૂા.3,27 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, દારૂની 3 બોટલ પણ જપ્ત
દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૨૨ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના ગોકુલનગરમાં મારૂતિનગર શેરી નં.4 માં રહેતાં સંજય ઉકા ડાભી નામનો શખ્સ તેના મકાનમાંથી બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, હરદીપ ધાંધલને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
દરમિયાન જૂગાર દરોડામાં કબ્જે કરાયેલી જીજે-10-ડીઈ-4746 નંબરની કરશન જીવા શિરની તલાસી લેતા તેમાંથી રૂા.1200 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો મળી આવતા એલસીબીની ટીમે જૂગારની સાથે સાથે દારૂનો અલગ કેસ કરી વધુ તપાસ આરંભી હતી.