જામનગરમાં અંધઆશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ પૈકીના વધુ ચાર જર્જરિત બિલ્ડીંગમાં આજે ડિમોલીશન કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ ડીસેમ્બર ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત ૧૪૦૪ આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને ૧૪૦૪ આવાસ પૈકીના વધુ ચાર બ્લોકને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત અનવરભાઈ ગજણ, સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા વગેરેની આગેવાનીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.