જામનગર જીલ્લાના પૂર્વ એસ.પી. અને હાલ ડીઆઇજી દીપન ભદ્રનને વધુ એક મહત્વની જવબાદારી સોંપાઇ
ભૂમાફિયા જયેશ પટેલની ગેંગનો સફાયો કરનાર જાબાંઝ પોલીસ અધિકારી દીપન ભદ્રનના હાથમાં કેસ આવતા તીસતા સેતલવાડ અને તેના મળતિયાનું ચડી આવ્યું!
કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર તીસતા સેતલવાડના કેસમાં ‘સીટ’ની રચના
‘સીટ’ના ચેરમેન તરીકે એટીએસ-ડીઆઇજી દીપન ભદ્રનની નિમણુંક કરતા ડીજીપી આશિષ ભાટિયા
હાલ તીસત સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ, પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની પાલનપુર જેલમાંથી હવે ધરપકડ કરાશે
2002 રમખાણ અંતર્ગત ઝાકિયા જાફરીની સુપ્રીમ કોર્ટમાં અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આર.બી .શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ (પૂર્વ આઇપીએસ અધિકારી) ને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઇપીસી કલમો 468, 471, 194,211,218, અને 120ઇ હેઠળ કેસ નોંધ્યા છે. તીસ્તા સેતલવાડની મુંબઈથી અને આર.બી.શ્રીકુમારની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની પાલનપુર જેલમાંથી હવે ધરપકડ કરાશેે.