જામનગરમાં અગાઉ જમીન માપણી કચેરીમાં ફરજ બજાવતોનો લાંચીયો અધિકારી 1 લાખની લાંચ લેતો બોટાદ ACBના રંગે હાથે ઝડપાયો
- બોટાદમાં ડિસ્ટ્રિક ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારી 10 હેક્ટર જમીન રી-સર્વેમાં માપવા માટે બે લાખ માંગ્યા રૂપિયા 1 લાખના છટકામાં રંગે હાથે સપડાઇ ગયા
- જામનગરમાં રાજકીય નેતાના ભલામણ પત્રો અનેક ઉપર “તોડકોડ”આચર્યાં.!! : હજુ પ્રથા ચાલુ હોવાના કારણે ભષ્ટ્રાચારથી ખદબદી રહ્યો છે.!!
- જામગર નજીકના ગોરધનપર ગામે નામાંકીત બિલ્ડરની જમીન વધારી 7 આંકડાનો તોડ કર્યાની ચર્ચાએ જોર પકડયું.!!
- DILR સજ્ય રાવલીયા ACB માં સપડાયાની જાણને લઈ કાલાવડ આજુબાજુના ખેડૂતોમાં ભારે આનંદ છવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.!!
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ જુલાઇ ૨૩ જામનગરની ડીઆઇએલઆર કચેરીમાં અગાઉ ફરજ બજાવતો વિવાદીત અધિકારી સંજ્ય સવદાસભાઈ રાવલીયા (એસ.એસ રાવલીયા) બોટાદ ACBના હાથે એક લાખની લાંચ લેતા રંગે હાથે સપડાઇ ગયો હતો, ઉલ્લેખનીય છે કે જામનગરની કચેરીમાં ભ્રષ્ટાચાર અંગેની અનેક ફરિયાદો ઉઠી હતી રાજકીય નેતાઓના ભલામણ પત્ર ઉપર વચ્ચેથી જમીન માપણીના કેસ કરી તોડમાં માહિર સંજયે કરોડો બનાવ્યાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે.!!
તેમાં ખાસ કરીને શહેર નજીક ગોરધનપર ગામે સાથણીની જમીન વધારીને 7 આંકડાનો તોડ કર્યો હોવાનું મનાય રહ્યું છે તેમા નવાજૂની એંધાણ વર્તાઇ રહ્યા છે, તે સિવાય અનેક તોડમાં રાવલીયાનું નામ મોખરે હતું તેના વિરૂદ્ધની સરકારમાં થયેલ ફરિયાદને લઈ તેની તાત્કાલિક બોટાદ બદલી કરવામાં આવી હતી, સંજય રાવલીયાની આણંદ ખાતે ઇન્કવાયરી ચાલતી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલ બોટાદ ACBની ઝપટ ચડી જતા લાંચીયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ બોટાદ શહેરના જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ વર્ગ-૨ ડી.એલ.આર. આઈ.લેન્ડ રેકોર્ડ કચેરીના ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર રાવલીયા ૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા બોટાદ એસીબીની ઝપટે ચડતા ખળભળાટ મચી ગયો છે. જમીન સંબંધિત કોઈ પણ કામો કરવા કચેરીમાં અરજદારોએ વેવાર વગર કામ હાથમાં લેવું પસંદ કરતા નથી.
શહેરના જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ વર્ગ-૨ ડી.એલ.આર. આઈ. લેન્ડ રેકોર્ડ કચેરીમા ડિસ્ટ્રીક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય સવદાસભાઇ રાવલીયા (એસ.એસ.રાવલીયા ) જમીને રી સર્વેને લઇ બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેને લઇ એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતની જાણ બોટાદ એસીબીને કરવામાં આવતા બોટાદ એસીબીએ છટકું ગોઠવી આજરોજ લેન્ડ વધુ મળતી વિગતો અનુસાર બોટાદ રેકોર્ડના ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર સંજય રાવલિયાને રૂ.૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રૂપિયા ૧,૦૦,૦૦૦ની લાંચમાં અધિકારીની ધરપકડ થતા બોટાદ જિલ્લામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો લેન્ડ રેકર્ડ કચેરીમાં પૈસા વગર કામ આગળ વધતું નહી તેવી અનેક ફરિયાદો ઉઠી હતી હાલતો ACB એ સંજ્ય રાવલિયાની ઘરપકડ કરી તેના નિવાસસ્થાને તપાસ આરંભી છે. તપાસનો રેલો જામનગર આવે તો નવાઇ નહી..!