RTE અંતર્ગત જામનગર જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ માટે તા.30-03-2022થી તા.11-04-2022 સુધી ફોર્મ ભરી શકાશે
દેશ દેવી ન્યુઝ જામનગર 23. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 તથા 2012 અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને 25% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઇટ પર તા. 30-03-2022 થી તા.11-04-2022 દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.
વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવક્નો દાખલો(લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં. 0288-2550286 અને 0288-2550221(pbx-324) તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર (1) જામનગર 0288-2557525, (2) ધ્રોલ 9427984617 (3) જોડીયા 992590013 (4) કાલાવડ 9879245989 (5) લાલપુર 9426049729 (6) જામજોધપુર 02898-220002પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જ્ણાવવામાં આવ્યુ છે.