જામનગરમાં ”પતાપ્રેમી” પાંચ મહિલાઓ ઝડપાઇ: રોજ સાતમ-આઠમનો વહેમ દૂર
- જુગાર રમવામાં એટલી મગ્ન કે પોલીસ માથે આવી ગઈ ત્યા સુધી મોજ માણી
- સીટી-સી “ડી” સ્ટાફના હરદીપ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળી બાતમી
દેશ દેવી ન્યુઝ જામનગર : તા. ૧૪ ડીસેમ્બર ૨૨ જામનગર શહેરના મહાદેવનગર, સાતનાલાના ખુણા પાસે જાહેરમાં અમુક મહિલાઓ તીનપતીનો પૈસાની હારજીનો જૂગાર રમતા હોવાની હકિકત મળતા રેઇડ કરતા રોકડા રૂપિયા 11,900 ના મુદામાલ સાથે (1) પ્રેમીલાબેન વસંતભાઇ ગોરી રહે. ગોકુલનગર, નવાનગરની પાછળ, બી. એસ. એન. એલ. ટાવર પાછળ, (ર) સવિતાબેન માલદેભાઇ નંદાણીયા રહે. ગોકુલનગર, મુરલીધર સોસાયટી શેરી નં. પ, (3) લલીતાબેન રમેશભાઇ ફટાણીયા રહે. માટેલ ચોક, શીવમ સોસાયટી, રામેશ્વરનર, (4) ફરીદાબેન બસીરભાઇ ભાયા રહે. સીકકા ગામ, નાજ સીનેમા રોડ, (પ) ભારઇબેન વેજાણંદભાઇ વાયા રહે. મહાદેવનગર, સાતપુલીયાના ખુણા પાસે ને ઝડપી લીધેલ છે.
આ કાર્યવાહી ઇ. પી. એલ. વાઘેલા, ઇ. એન. એ. ચાવડા, સબ ઇ. કે. આર. સીસોદીયા, એચસી ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચૂડાસમા, પી.સી. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, હરદીપભાઇ વસંતભાઇ બારડ, મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, વિપુલભાઇ જગદીશભાઇ સોનાગરાએ કરી હતી.