સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ, વળતા જવાબમાં આરોપી પિતા – પુત્ર હનીફ ખાન અને મદિન ખાનનું મોત.
ગુજસીટોનો કુખ્યાત આરોપી હનીફખાને બંદૂક વડે ધડાધડ ત્રણ ગોળીઓ છોડતા PSI વિરૂભા જાડેજા થયા ધાયલ.
ધાયલ થયેલ PSI વી.એન. જાડેજાએ હિંમતપૂર્વક સ્વ-બચાવમાં કર્યું ફાયરિંગ.
અન્ય બે વ્યક્તિ પણ ઘાયલ થયાના સમાચાર.
મદિન ખાને ધારીયા વડે ફોજદારને ગંભીર ઇજા પહોંચાડી છતા હિંમતપૂર્વક કર્યો સામનો.
મૃતદેહ ન સ્વીકારવાનો પરિવારનો ઇનકાર પરિવારજનોની ચીમકી: ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર o૭ :સુરેન્દ્રનગરના ગેડિયામાં ગુજસીટોકના કુખ્યાત આરોપી હનીફ ખાન ઉર્ફે કાળોને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ થતા વળતા જવાબ પોલીસના ફાયરિંગમાં આરોપી પિતા – પુત્ર હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને મદિન ખાનના મોતથી ખળભળાટ મચી ગયો છે.
આરોપીઓએ બંદૂક વડે ધડાધડ ગોળીઓ છોડતા પીએસઆઈ વી.એન. જાડેજા અને તેમની ટીમે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું તેમાં જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ 80 થી વધુ ગુના નોંધાયા હતા.
ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગુજસીટોક ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના પીએસઆઈ વી.એન.જાડેજા અને તેની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે.
પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ પીએસઆઈ જાડેજા ઉપર કર્યા હતા. અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ પીએસઆઈ પર હુમલો કરતા પીએસઆઈને વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે.
આ તરફ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનોની ચીમકી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે