જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વાડામાં ભીષણ આગ
- ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરો વડે સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ માર્ચ ૨૪ જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના એક વાડામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરની મદદથી ભારે જહમત બાદ આગને કાબુમા લીધી હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેરી નંબર બે ના ઢાળીયા પાસે મયુરભાઈ કિશનભાઇ પરમાર તેમજ ધર્મેન્દ્રભાઈ વાઘેલા નામના બે પાર્ટનર ની માલિકીનો ભંગારનો વાડો આવેલો છેઝ જેમાં વહેલી સવારે ૬.૦૦ વાગ્યા આસપાસ અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી.ભંગારના વાડામાં પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.