જામનગરમાં નવજાત શિશુને તરછોડવાનો પ્રકરણનો ભેદ ઉકેલાયો : માતા સહિતનાઓની અટકાયત
- ‘દેશદેવી ન્યુઝે’ સૌ પ્રથમ રાત્રે ૨:૩૦ કલાકે અહેવાલ પ્રસિઘ્ધ કર્યોં હતો.
- માવતરે રિસામણે બેઠેલ પરિણીતાને પરપુરૂષ સાથેના અનૈતિક સંબંધોમાં ગર્ભ રહી ગયા બાદ બાળકની જન્મ આપ્યો, પોતાનું પાપ છુપાવવા બાળકને નોધારૂ તરછોડી દેવાયું’તુ
- સીટી-બી ડીવીઝનની સર્વેલન્સ સ્ક્વોડે બાળકની માતા અને તેના પરિવારજનોને ઝડપી લીધા
આ બનાવ બનેલ તે દીવસે તેણીને એક રીક્ષામાં બેસાડી જામનગર જી.જી. હોસ્પીટલ સુધી લઈ આવેલ અને જી.જી. હોસ્પીટલ કમ્પાઉન્ડમાં પહોચતા ત્યાં પ્રસુતી થઈ જતા મેડીકલ સ્ટાફ કે અન્ય કોઈને જાણ કર્યા વગર બાળકને જી.જી.હોસ્પીટલના કમ્પાઉન્ડમા ત્યજી દઈને બધા જતા રહેલ હોવાનું જણાવ્યું હતું. અને તેઓએ કરેલ ગુન્હાની કબુલાત આપી હતી. ઉપરોકત્ત ચારેય આરોપીઓ એકબીજાની મદદગારી કરેલ હોય જેથી ચારેય આરોપીઓની અટકાયત કરી આ પ્રકરણના તપાસ કરનાર અધિકારી બી.બી કોડીયાતરને સોંપી દીધેલ છે.
આ કેસને ઉકેલવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ તથા નાયબ પોલીસ અધીક્ષક વરુણ વસાવાની સુચના અને પોલીસ ઈન્સપેકટર એચ.પી.ઝાલાના માર્ગદશન મુજબ પો.સબ.ઇન્સ. ડી.એસ.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફ બી.બી.કોડીયાતર તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પ્રધ્યુમનસિંહ જાડેજા તથા રાજેશભાઈ વેગડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા,,બળભદ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા વિપુલભાઈ ગઢવી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.