Home Gujarat Jamnagar જામજોધપુર ”અસલી ભક્ત” ને ”નકલી સાધુનો” ભેટો : સવા કરોડ ગુમાવ્યા

જામજોધપુર ”અસલી ભક્ત” ને ”નકલી સાધુનો” ભેટો : સવા કરોડ ગુમાવ્યા

0

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના ખેડૂતે ૧.૨૮ કરોડ ગુમાવ્યા

  • સાધુના વેશમાં ખેડુતને ચીટર ટોળકીનો ભેટોઃ ૧.૨૮ કરોડની માલમત્તા પડાવી લીધી
  • છેતરપીંડીના વધતા જતા બનાવ ચિંતાનો વિષય : લોકજાગૃતિ છતાં લાલચની લપેટમાં આવી જાય છે.

દેશ દેવી ન્યુઝ જામનગર, તા.૨૭ માર્ચ ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના એક ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. પોતાના બીમાર પત્ની અને પુત્રની સારવાર માટે તેમજ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને રોકડ અને દાગીના સહિત એક કરોડ અઠાવીસ લાખ જેટલી મત્તા પડાવી લઇ છેતરપિંડી તથા મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચર્ચા જાગી છે.

પોલીસ સુત્રોમાંથી બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના ૬૭ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની સાથે છેતરપિંડી કરી ૧,૨૮,૭૧,૫૦૦ જેટલી રોકડ રકમ દાગીના સહિતની માલમતા પડાવી લેવા અંગે બોલેરો કારમાં સાધુના વેશમાં આવેલા ત્રણ શખ્સો સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સાધુના સ્વાંગમાં આવેલા શખ્સ કે જેણે સૌ પ્રથમ ફરિયાદીના પત્ની અને પુત્ર કે જેઓ બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓને ચમત્કારના માધ્યમથી એકના ડબલ સહિત કરોડો ગયા હતા. રૂપિયા બનાવી આપશે. તેવું પ્રલોભન આપીને ખેડૂત બુઝુર્ગ પાસેથી કટકે કટકે ૮૭,૧૪,૦૦૦ જેટલી રકમ પડાવી લીધી હતી. એટલું જ માત્ર નહીં ૮૩ તોલા સોનાના દાગીના કે જેને કિંમત ૪૧,૫૭,૫૦૦ જેટલી થવા જાય છે. જે સોનાના દાગીના પણ પડાવી લીધા હતા

અને તેની પત્ની તથા પુત્ર કે જેની બીમારીમાં કોઈ ફેર પડ્યો ન હતો, તેમ જ કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી, પરંતુ એક પણ રૂપિયો પરત મળ્યો નહોતો અને ખેડૂત સંપૂર્ણપણે સાફ થઈ આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયો છે, અને બોલેરોમાં આવેલા સાધુ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version