Home Gujarat Jamnagar જામનગરમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોના ઘરણા: સરકારને કરાઈ રજૂઆત

જામનગરમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોના ઘરણા: સરકારને કરાઈ રજૂઆત

0

જામનગરમાં માજી સૈનિકોના કેન્ટીન અને હોસ્પિટલ સહિતના પડતર મુદ્દાઓનો નિવારણ નહીં આવતા આજે ધરણાં યોજાયા

હાલાર જીલ્લા માજી સૈનિક મંડળ-જામનગર દ્વારા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને લેખીત રજૂઆત 

માજી સૈનિકોને અન્યાયના મુદ્દા: સીએસડી ફેસિલીટી બ્રિગેડ કેન્ટીન કાઉન્ટર ઉપરથી ઉપલબ્ધ કરો.

કેન્ટીનમાં અપોઈન્ટમેન્ટ અને રજીસ્ટર વગર પ્રવેશ આપવો.

કેન્ટીનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક રાખવો.

જિલ્લામાંથી આવતા માજી સૈનિકો તથા તેમના પરિવાર માટે બાથરૂમ-ટોયલેટની વ્યવસ્થા કરવી.

કેન્ટીન ફેસિલીટીનો દૂરઉપયોગ રોકવા બાયોમેટ્રીકસ વેરીફિકેશન કરવું.

ડોક્ટર રજા ઉપર હોય ત્યારે વૈકલ્પિક ડોક્ટરની વ્યવસ્થા કરવી.

પોલી ક્લિનિક ઓફિસર ઈન્ચાર્જનું ઈસીએચએસ મેમ્બર સાથે ગેરવર્તણૂંક અને તબીબી બાબતમાં દખલ બંધ કરે.

જિલ્લામાંથી આવતા દર્દીઓને બે મહિનાની દવા એક સાથે આપવી.

દેશ દેવી ન્યુઝ જામનગર 28.  જામનગર માજી સૈનિક તથા શહીદ થયેલા માજી સૈનિકોની પત્નીઓને થતા કેન્ટીનમાં તથા મેડિકલમાં અન્યાય બાબતે અંતે માજી સૈનિક મંડળે લડી લેવા ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરતા સારી એવી ચકચાર જાગવા પામી છે. જામનગરની 31-ઈનફન્ટ્રી બ્રિગેડ દ્વારા અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના નેતૃત્વમાં ધરણાં પ્રદર્શન તા.28 ના 10 વાગ્યે 31 ઈનફેન્ટ્રી બિગ્રેડ, સોમનાથ ગેટ, જામનગરમાં યોજવામાં આવ્યું છે. માજી સૈનિકો અને તેમના પરિવારજનો તથા વીરનારીઓને થતા અન્યાય અપૂર્તિ સુવિધાઓ જેમ કે સીએસડી કેન્ટીન, ઈસીએચએસ (મેડિકલ)ની સુવિધાના લાભોથી વંચીત રાખવામાં આવે છે. માજી સૈનિકો અને તેના પરિવારજનોને આ સુવિધાઓનો લાભ મળે તેના માટે આ ધરણાં પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આથી હાલાર સહિત સૌરાષ્ટ્રમાં વસતા તમામ માજી સૈનિકો અને તેમના પરિવારો તથા વીરનારીઓને આ પ્રદર્શનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

માજી સૈનિકોની ફરિયાદોનું નિવારણ કરવા હેતુસર હાલાર જીલ્લા માજી સૈનિક મંડળ-જામનગર દ્વારા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને લેખીત રજૂઆત કરાઇ છે. જેમાં પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે કે, પ્રમુખ શ્રી હાલાર જીલા માજી સૈનિક મંડળ જામનગર અને ઉપપ્રમુખ ગુજરાત એક્સ સર્વિસિસ લીગ અમદાવાદ, અમારા મંડળમાં હાલમાં 1110 થી વધારે સક્રિય સભ્યો ધારાવીએ છીએ. અમો માજી સૈનિકને પડતી તકલીફ સંબંધિત ફરિયાદ બ્રિગેડ કમાન્ડર ને પત્ર લખી જાણ કરેલ પણ તેમના દ્વારા કોઈપણ જાતર્ના કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલા માટે અમો જામનગર એ30 કેન્ટીન સબંધિત ફરિયાદો તમામ માજી સૈનિકો વતી આપની જાણમાં અને સહાનુભૂતિપૂર્ણ કાર્યવાહી કરવા માટે અપેક્ષા રાખીએ છીએ.

જામનગર અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વસતા શહીદોના પરિવારો, વીરનારીઓ, માજી સૈનિકો. અને તેના પરેવારો ને પડતી મુશ્કેલી માટે મંડળ દ્વારા કમાન્ડર સાહેબ ને તેમના પીએ મારફતે સંપર્ક કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. જોકે આજદિન સુધી તમામ પ્રયશો નિષ્ફળ સાબિત થયા છે. અંતે અમો દ્વારા તા 19/0ર/ર0રર ના રોજ જિલ્લા સેનિક કલ્યાણ બોર્ડ અધિકારી ને આ બાબત માં હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો (કોપી જોડેલ) અને તેમને વિનંતી કરી કે અમારા લાંબા સમય થી પડતર પડેલા મુદાઓ માટે કમાન્ડર સાહેબ સાથે મિટિંગ કરી આનો ઉકેલ લાવવા કહેલ. જિલ્લા સૈનિક બોર્ડ ના અધિકારીના પ્રયાસો થી મિટિંગ માટે અમો તેમની પાસે ગયા ત્યારે જિલ્લા સૈનિક બોર્ડ ના અધિકારી અને તેમની વચ્ચે અડધા કલાક થી વધુ સમય સુધી આ મુદે ચર્ચા કરી હતી આ ચર્ચા દરમિયાન કમાન્ડર સાહેબ ગુસ્સે થવા લાગ્યા અને જોરથી બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમારે જે કરવું હોય તે કરો અને અહીંથી જાઓ કમાન્ડર સાહેબ દ્વારા અમારી જોડે અપમાનજનક રીતે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું. આપ સાહેબ શ્રીની જાણ માટે કમાન્ડર સાહેબ ના કઠોર વર્તનથી અમોને ખૂબ કડવો અનુભવ થયો હતો. તે અત્યંત અસહ્ય છે. આથી એ સાબિત થાય છે કે 6માન્ડરના હદર માં માજી સૈનિકો માટે કોય દયા નથી. તેના કડક અને ખરાબ વર્તનને લીધે અમો હેરાન છીએ અંતે માજી સૈનિકો ના છૂટકે નેવી અને એરફોર્સ 050 કેન્ટીન જવા માટે દબાણ કરવામાં આવે છે, માજી સેનિકો ને એરફોર્સ અને નેવીની મુખ્ય કેન્ટીન માં જવા દેવામાં મજૂરી આપી શકાય છે. તો 31 ઇન્ફન્ટ્રી મુખ્ય કેન્ટીનમાં શામાટે જવાની મંજૂરી આપતી નથી.સત્તાધિકારીઓ માજી સૈનિકો પ્રયેની તેમની પ્રતિબંધતા માન આપતા નથી. તમામ રેન્ક માટે સીએસડીમાં સમાન અધિકારો છે. જેસીઓઆર/ઓઆર માં વધુ ભેદભાવ નહી. આ મદા પર દિલ્હીમાં ઇએસએમ સોસાયટી દ્વારા કોર્ટ કેસ દાખલ કરવામાં આવેલ છે. એક ઓડિટ ઓથોરિટીનો રિપોર્ટ કહે છે કે સીએસડીનો 97% નફો જેસીઓઆર/ઓઆરમાથી મળે છે.

જો કે ઘણી વાર એવું જોવા મળે છે કે વૃદ્ધ હવાલદાર ગેટની સામે કલાકો સુધી એકસાથે ઊભા રહે છે. તો પણ તેમને અંદર જવા દેવામાં આવતા નથી. સીએસડી કેન્ટીન જે સામાન્ય રીત ઓળખવામાં આવે છે તે દૈનિક રોજબરની અને જીવન જરૂરિયાત વસ્તુઓ માજી સૈનિકોને મળી રહે તે માટે બનાવવામાં આવી હતી.

જો આ સુવિધાઓનો લાભ લેવા અને દારૂનો કોટો મેળવવામાં આવતી સમશ્યાઓ અંગે કમાન્ડર સાહેબ ને ફરિયાદ કરવી પડે છે. જે કમાન્ડર સાંભળતા નથી અથવા રૂબરૂ મળતા નથી અને માજીસૈનિકો સાથે ગેરવર્તન કરે છે. તો આવા અધિકારીઓને ભગવાન સજા કર માટે ચોકસ્સપણે પ્રાથના કરીશું. સૌરાષ્ટ્રમાં 5983 સંખ્યા માં નિવૃત સૈનિકો છીએ અને અમો તા ર8/04/ર0રર ના રજ 31 ઇન્ફેટ્રી બ્રિગેડ ના સોમનાથ ગેટ પાસે ધરણાં કરીશું અને જો વર્તમાન માં અમારા પ્રશ્ર્નો નું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમો મીડિયાનો મજબૂત ટેકો લેતા અચકાશું નહીં અને લોકશાહી રીતે વિરોધ પ્રગટ કરશું.

તેથી અમો આપશ્રી ને નમ્રતાપૂર્વક વિનંતી કરીયે છીએ કે આ સમસ્યાઓના મૂળમાં જઈને બધા માજી સૈનિકો ને ન્યાય આપવાના ઉકેલ શોધવાના પ્રયશો કરો. માજી સૈનિકો ને ન્યાય આપવા નમ્ર વિનંતી કરાઇ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version