જામનગરમાં જી.જી હોસ્પિટલ રોડ પર પ્રેમ લગ્ન કરનાર એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
-
ફરિયાદીએ એક છૂટાછેડા મેળવેલ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પૂર્વ પતિ અને તેના સાગરીતે માર માર્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, ફેબ્રુઆરી ૨૫ જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સુનિલ મુકુંદભાઈ ભટ્ટી નામના ૩૧ વર્ષના યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી માર ખાવાનો વારો આવ્યો છે, અને પોતાની પ્રેમિકા પત્નીના અગાઉના પતિ ખુશાલ ધનસુખભાઈ ગોહેલ અને તેના સાગરીત કેશુ ખીમજી વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.