Home Gujarat Jamnagar જામનગરમાં જર્જરીત ઇમારતો દૂર કરતી એસ્ટેટ શાખા ખુદ જર્જરીત ઇમારતમાં

જામનગરમાં જર્જરીત ઇમારતો દૂર કરતી એસ્ટેટ શાખા ખુદ જર્જરીત ઇમારતમાં

0

જામનગરમાં જર્જરીત અને જોખમી ઇમારતો દૂર કરતી ખૂદ ”દબાણ શાખા” જર્જરીત ઇમારતમાં!!

  • મનપાની દબાણ શાખાની ઇમારત જર્જરિત બની : અકસ્માતનો સતત ભય
  • દબાણ શાખાને અન્ય બિલ્ડીંગમાં ખસેડવામાં આવશે : ડે.મ્યુ કમિશ્નર ભાવેશભાઈ જાની

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 23 જૂન 23 જામનગર શહેરમાં જોખમી અને જર્જરિત ઈમારત દૂર કરતી દબાણ શાખા ખૂદ જ જર્જરીત બિલ્ડીંગમાં ચાલતી હોય, અને કર્મચારીઓ સતત ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા હોવાનું સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. બીજી બાજુ શહેરમાં જીવના જોખમે રેસ્કયું કરી લોકોના જીવ બચાવતા કર્મીઓની હાલત કફોડી બની છે.ચોમાસુ માથે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે કોઈ અકસ્માતની ઘટના ન બને તે માટે હવે સરકારી તંત્ર આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીમાં લાગ્યું છે. ખાસ કરીને શહેરમાં જૂની તેમજ જર્જરિત બિલ્ડિંગને ચોમાસા પહેલા સ્વેચ્છિક દૂર કરવા અથવા રીપેર કરવા તાકીદ કરવામાં આવી છે.જેને લઈ જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ નોટિસો ફટકારવામાં આવી છે. જે બિલ્ડીંગો રીપેર થઇ શકે છે તેવી જર્જરિત બિલ્ડીંગોના માલિકોને રીપેરીંગ માટે પણ સૂચના આપવામાં આવી છે.હાલમાં આવેલ બિપોરજોય વાવાઝોડામાં ઘણી ઇમારતો જોખમી સાબિત થઈ છે. તંત્ર લોકોનો જીવ બચાવવા ધંધે લાગ્યું હતુંપરંતુ શહેરનું દબાણ દૂર કરતી દબાણ શાખા ખૂદ જોખમ તળે જીવી રહી છે. કારણ કે હાલ દબાણ શાખાની ઇમારત પણ ખુબજ જોખમી છે.!! તેવામાં ચોમાસામાં દબાણ શાખાના કર્મચારી ઉપર બિલ્ડીંગનો જર્જરીત કાટમાણ પડે તે અને કોઈ નિર્દોષ કર્મીનો ભોગ લે તે પેહલા તેનું નિરાકરણ લાવવું ખુબ જરૂરી છે, ભારે વરસાદ કે પવન દરમ્યાન આવી ઇમારતો દબાણકર્મી અને કચેરીમાં કામ અર્થે આવતા લોકો માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે.ત્યારે ચોમાસા પહેલા દબાણ શાખાને અન્ય બિલ્ડીંગ ફાળવવામા આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version