જામનગરમાં બેંક લોન ઓફીસરે વેલકમ કીટમાંથી એટીએમ અને પાસવર્ડનું કવર નહીં આપી બે ગ્રાહકના ખાતામાંથી 50-50 હજાર ઉપાડી લીધા..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રર. જામનગરના સીટી-એ ડીવીઝન ખાતે મુળ ઝારખંડના કર્મચારી દ્વારા ભાવનગરના લોન ઓફીસર સામે એટીએમ કાર્ડની મદદથી એક લાખની રકમ ઉપાડી લઇ છેતરપીંડી કયર્નિી ફરીયાદ નોંધાવી છે.
ઝારખંડના રાંચીના વતની અને હાલ દેવપુષ્પ રૈયા રાજપાર્ક રાજકોટ ખાતે રહેતા કર્મચારી પવનકુમાર પરમેશ્ર્વર ભારતી ઉ.વ.25 દ્વારા ગઇકાલે જામનગર સીટી-એ ડીવીઝનમાં ભાવનગરના ગુજરાત હાઉસીંગ કવર્ટિર કુંભારવાડા બીટીસી ખાતે રહેતા અને બેંક લોન ઓફીસર યશરાસિંહ પ્રવિણસિંહ ગોહીલની સામે આઇપીસી 406, 420 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર આરોપીએ ભારત ફાઇનાન્શીયલ ઇન્ફલુઝન બ્રાંચ ઇન્ડુસલેન્ડ બેંકમાં બે કસ્ટમરોના એકાઉન્ટ ખોલાવી જેમાં લોનની એપ આપી વેલકમ કીટમાંથી એટીએમ કાર્ડ તથા પાસવર્ડનું કવર ગ્રાહકોને નહીં આપીને આ બંને કસ્ટમરોના ખાતામાંથી તેમની જાણ બહાર એટીએમ કાર્ડ વડે 50-50 હજાર પીયા મળી કુલ એક લાખની રકમ ઉપાડી લઇ છેતરપીંડી કરીને નાશી છુટયા હતો.
આ ફરીયાદના આધારે પીએસઆઇ નોયડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ગત તા. 18-9-21 થી 23-9-21ના સમય દરમ્યાન બનાવ બન્યા નું જણાવવામાં આવ્યું છે છેતરપીંડીના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાય છે
ખાસ કરીને મોબાઇલમાં ફોન કરી વાતોમાં ભોળવી પાસવર્ડ મેળવીને ચીટીંગ કરાતું હોય છે ઉપરોકત બનાવમાં બેંક લોન ઓફીસરે બે ગ્રાહકના વેલકમ કીટમાંથી કવર ગ્રાહકોને નહીં આપી 50-50 હજાર પીયા ઉપાડી લીધા હતા. આથી ગ્રહકોએ સાવચેત રહેવું જરી છે.