જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પેટા કમિટીના સભ્યોની બહુમતીના ધોરણે વરણી
નાં દરખાસ્ત, નાં ટેકો જાહેર કરાયો:સીધી જ નામાંવલી જાહેર કરી દેવાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૭ ઓક્ટોબર ૨૩ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે અલગ અલગ ૧૩ કમિટી તેમજ કોલેજ અને સ્ટાફ સીલેક્શન કમિટી મળી કુલ ૧પ કમિટીમાં સભ્યોની વિપક્ષના વિરોધ સાથે બહુમતિ થી નિમણૂક કરવામાં આવી હતી, જો કે કોઈ એ દરખાસ્ત રજૂ કરી ન હતી અને કોઈ એ દરખાસ્ત ને ટેકો જાહેર કર્યો ન હતો.અને સીધા જ કમિટી ના સભ્યો ની નામાવલી જાહેર કરી દેવામાં આવી હતી.જામનગર મહાનગર-પાલિકાની સામાન્ય સભા આજે સવારે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં મળી હતી અને વિવિધ પેટા કમિટીની રચના કરવામાં આવી હતી.તેમાં પબ્લિક વર્કસ કમિટીમાં મુકેશ માતંગ, સોનલબેન કણઝારિયા, અલ્કાબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગોપાલ સોરઠિયા, ધીરેનકુમાર મોનાણી અને જયંતિલાલ ગોહિલ.વોટર્સ કમિટી માં ધીરેનકુમાર મોનાણી, પ્રભાબેન ગોરેચા, જયરાજસિંહ જાડેજા, સરોજબેન વિરાણી, આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા અને જીતેશ શિંગાળા. સેનિટેશન કમિટી માં જશુબા ઝાલા, હર્ષાબેન વિરસોડિયા, જયેન્દ્રસિંહ ઝાલા, પરાગ પટેલ, મુકેશ માતંગ, જયંતિલાલ ગોહિલ અને શોભનાબેન પઠાણ,લાઈટ કમિટીમાં જયરાજસિંહ જાડેજા, આશાબેન રાઠોડ, પન્નાબેન કટારિયા, તૃપ્તિબેન ખેતિયા, તરૃણાબેન પરમાર, ગીતાબા જાડેજા અને શારદાબેન વિંઝુડા.શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમિટીમાં ગીતાબા જાડેજા, શોભનાબેન પઠાણ, કૃપાબેન ભારાઈ, પાર્થ જેઠવા, પ્રવિણાબેન રૃ૫ડિયા, લીલાબેન ભદ્રા અને ભારતીબેન ભંડેરી સ્લમ અપગ્રેડેશન કમિટી માં જયેન્દ્રસિંહ ઝાલા, લીલાબેન ભદ્રા, જડીબેન સરવૈયા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારિયા, હર્ષાબેન વિરસોડિયા અને બબીતાબેન લાલવાણી. રમતગમત અને સાંસ્કૃતિક કમિટીમાં જીતેશ શિંગાળા, પ્રવિણાબેન રૃપડિયા, પરાગ પટેલ, જસુબા ઝાલા, ધર્મીષ્ઠાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી અને શારદાબેન વિઝુંડા. ટાઉન પ્લાનિંગ અને માર્કેટીંગ કમિટીમાં પરાગ પટેલ, તૃપ્તિબેન ખેતિયા, જયરાજસિંહ જાડેજા, ગોપાલ સોરઠિયા, મુકેશ માતંગ, લીલાબેન ભદ્રા, અને શોભનાબેન પઠાણ.આરોગ્ય અને ગાર્ડન સમિતિમાં અલ્કાબા જાડેજા, બબીતાબેન લાલવાણી, જયેન્દ્રસિંહ ઝાલા, જડીબેન સરવૈયા, સરોજબેન વિરાણી, હર્ષાબેન વિરસોડિયા અને તૃપ્તિબેન ખેતિયા ડ્રેનેજ કમિટીમાં જયંતિલાલ ગોહિલ, પન્નાબેન કટારિયા, અલ્કાબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારિયા અને જીતેશ શિંગાળા,વાહન કમિટી મા ધરમીનાબેંન ,જડીબેન સરવૈયા, પન્નાબેન કટારિયા, જશુબા ઝાલા, તૃપ્તિબેન ખેતિયા, આશાબેન રાઠોડ અને ગીતાબા જાડેજા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટીમાં શારદાબેન વિંઝુડા, ભારતીબેન ભંડેરી, કૃપાબેન ભારાઈ, ધર્મિનાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી, પાર્થ જેઠવા અને તરૃણાબેન પરમાર. લીગલ કમિટીમાં પાર્થ જેઠવા, કૃપાબેન ભારાઈ, પરાગ પટેલ, સરોજબેન વિરાણી, પ્રવિણાબેન રૃપડિયા, જીતેશ શિંગાળા, અને ભારતીબેન ભંડેરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ કમિટીમાં ચેરમેન તરીકે મેયર, સેક્રેટરી તરીકે પ્રિન્સિપાલ, સભ્ય તરીકે સરોજબેન વિરાણી, પાર્થ જેઠવા, ભારતીબેન ભંડેરી, વિજયસિંહ જેઠવા અને અશ્વિન પંડ્યા તથા સ્ટાફ સિલેક્શન સમિતિમાં ચેરમેન તરીકે મેયર, સભ્ય તરીકે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, ગોપાલ સોરઠિયા, પૃથ્વીરાજસિંહ ઝાલા, શારદાબેન વિંઝુડા, ધીરેનકુમાર મોનાણીનો સમાવેશ થાય છે.સામાન્ય સભાની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, પેટા સમિતિમાં વિપક્ષને સ્થાન આપવામાં આવે અથવા સ્ટાફ સિલેક્શન સમિટીમાં વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવે. જો આ માંગણી સ્વીકારવામાં ન આવે તો વિપક્ષ નો તમામ એજન્ડા દરખાસ્ત સામે વિરોધ રહેશે.આ વિવિધ પેટા કમિટીને રૃા. ૭ લાખ ના બદલે રૃા. ૧પ લાખની આર્થિક સત્તા આપવાનો પણ ઠરાવ કરાયો હતો. આખરે બહુમતીના ધોરણે તમામ કમિટી સભ્યોની વરણીને મંજુર કરવામાં આવી હતી.ઉપરાંત ન્યુસન્સ ચાર્જ ઘટાડવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે વિપક્ષના આનંદ રાઠોડે દંડ ની રકમ ઘટાડવાના બદલે વધારવાની માંગ કરી હતી.ભાજપના સભ્ય કેશુભાઈ માડમએ શાબ્દિક ચાબખા મારી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, અમારૃ દિલ અને તમન્ના બન્ને તૂટ્યા છે.વિપક્ષના સદસ્યા જેનબબેન ખફીએ કહ્યું હતું કે, પદ ફાળવણી કરવી હોય તો એક માસે સામાન્ય સભા યોજાય અને જો પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવી હોય તો બે માસે સામાન્ય સભા મળે છે. હકીકતે લોકોના પ્રશ્નોમાં રસ છે કે કેમ ? તે અંગે તમામ કોર્પોરેટર માટે મતદાન કરાવવું જોઈએ. આખરે ખાસ કોઈ એજન્ડા વગર સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી.