જામનગર મહાનગરપાલિકા ને ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૧૦૧.૬૦ કરોડ ની મિલકત વેરા અને પાણી ચાર્જ ની આવક
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ માર્ચ ૨૪, જામનગર મહાનગરપાલિકા એ અત્યાર સુધી ના ઇતિહાસ માં વેરા ની સૌથી વધુ આવક મેળવી છે ચાલુ વર્ષમાં આજ ની સુધીમાં રૂપિયા ૧૦૧.૬૦ કરોડ ની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી એન મોદી એ આજે જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ ૩,૦૬,૦૦૦ મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે.તારીખ ૧ એપ્રિલ ૨૦૨૩ થી તારીખ ૨૮ માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ રૂપિયા ૧૦૧.૬૦ કરોડની આવક થવા પામી છે. જ્યારે તારીખ ૧ ફેબ્રુઆરી થી ૨૮ માર્ચ એટલે કે ૫૭ દિવસમાં જ રૂપિયા ૪૫.૭૦ કરોડ ની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ માફી યોજના અમલમાં છે. અને અત્યાર સુધીમાં રૂપિયા ૧૧ કરોડ ૪૮ લાખ ની વ્યાજ માંફી. આપવામાં આવી છે.
આજ ની સ્થિતિએ બાકી વસુલાત જોઈએ તો મુદ્દલ રૂપિયા ૩૦૬ કરોડ ૯૮ લાખ અને તેની ઉપર વ્યાજ ૨૦૭ કરોડ ૪૧ લાખ થવા જાય છે. જેમા મિલકત વેરા ની રૂપિયા ૨૩૩ કરોડ ( કારપેટ બેઝ) અને વ્યાજ નાં રૂ.૯૮.૫૬ કરોડ , તેમજ રેન્ટ બેઝ આધારિત મુદ્દલ રકમ રૂ.૧૫.૧૦ કરોડ અને વ્યાજ ૪૪. ૧૧ કરોડ, પાણી ચાર્જ ની શાખાની કાર્પેટ આધારિત મુદ્દલ રૂ.૪૨.૦૬ કરોડ અને વ્યાજ રૂ. ૩૪.૩૦ કરોડ તથા રેન્ટ બેઝ મુદલ રૂ. ૪.૩૭ કરોડ અને વ્યાજ રૂ. ૧૭.૨૨ કરોડ., અને સ્લમ વિસ્તાર ના પાણી ચાર્જ નાં ૧૨ કરોડ ૪૫ લાખ અને વ્યાજ રૂ. ૧૩ કરોડ ૨૨ લાખ નો સમાવેશ થાય છે.જામનગર મહાનગરપાલિકાની ૧૦૦ ટકા ટકા વ્યાજ માફી યોજના ની મુદત આગામી તારીખ ૩૧ માર્ચ ના પૂર્ણ થઈ રહી છે .ત્યારે છેલ્લા ત્રણ દિવસ બાકી હોય આ યોજના નો લાભ લેવા પણ મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળે કરદાતાઓ ને અનુરોધ કર્યો છે.