પ્રર્દશન ગ્રાઉન્ડમાં જન્મદિવસની ઉજવણી કરતા ભાનુશાળી યુવકને ડુપ્લીકેટ પોલીસે લૂંટી લીધો.
આચારસહિતા નો ભંગ કર્યો છે તેમ કહી ૨૫૦૦૦ની માંગણી કરી ૮૦૦૦ પડાવી લીધા:
પોલીસ યુનીફોર્મનો ફોટો બતાવી આચર્યું કારસ્તાન : અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦. શહેરમાં હજુ ત્રણ ચાર દિવસ પહેલા તળાવની પાળે પ્રેમી યુગલને પોલીસ તરીકેની ઓળખ આપી ફરવા આવતા યુવક – યુવતિઓ , યુગલ સહિત નિર્દોષ લોકો પર રોફ જમાવી એક શખસ પોલીસના શ્વાંગમાં તોડ કરવાની પેરવી કરી ૨હયો હોવાની જાણ થતા અસલી પોલીસે યુવકની સરાભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું તે બનાવ હજુ તાજો છે તેવામાં ભાનુશાળી યુવકને લૂંટી લેવાતા ખળભળાટ મચી જવા પામેલ છે.
ભોગ બનનાર સંજય ભાનુશાળી અને તેના મિત્રોને પોતે પોલીસના યુનીફોર્મ વાળો ફોટો બતાવી સંજ્ય તથા તેના મિત્રોને ડરાવી ધમકાવીને જણાવેલ કે તમોએ આચાર સંહીતા નો ભંગ કરેલ છે જેથી તમારા ઉપર કેશ કરવામાં આવસે તેમ કહી સંજય મંગેના મિત્રોને પટ્ટા વડે આડેધડ માર મારી કેશ “ન” કરવાના બદલામા રૂપીયા ૨૫,૦૦૦ / ની માંગળી કરેલ અને રકઝક બાદ ૮,૦૦૦ / – નક્કી કર્યું હતું
આથી સીટી-એ ડિવિઝનના પો.ઇન્સ મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. એમ જી. વસાવાએ સંજ્ય અશોકભાઈ મંગે નામના ભાનુશાળી યુવાનની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ IPC કલમ ૩૮૬ ૩૮૭ , ૩૨૩,૧૭૦ , ૧૭૧ , ૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.