જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું
- ૫૫૫ કિલો નકલી ઘી ના જથ્થા સાથે એસ.ઓ.જી. ની ટિમ દ્વારા મહાજન શખ્સની પૂછપરછ હાથ ધરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ડીસેમ્બર ૨૩ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને તેના કબજા માંથી ૫૫૫ કિલો ડુપ્લીકેટ મનાતો ઘી નો જથ્થો કબજે કર્યો છે, અને એફએસએલ મારફતે લેબોરેટરી માં મોકલી આપ્યો છે.
આથી એસ.ઓ.જી. ની ટુકડીએ કુલ ૨,૬૫,૦૦૦ ની કિંમતનો નકલી ઘી નો જથ્થો કબજે કરી લીધો છે, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તેના સેમ્પલ મેળવીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ આવી ગયા પછી મહાજન શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.