Home Gujarat Jamnagar જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી તંત્ર બન્યું સતર્ક

જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી તંત્ર બન્યું સતર્ક

0

જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક

  • લાલપુર પ્રાંત અધિકારી સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો

  • સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ

જામનગર તા.23 જુલાઈ, ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version