પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનથી હાલારમાં હરખની હેલી : જામનગરમાં આનંદ ઉત્સવનો માહોલ.
પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ ભાઈઓ-બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જનસભામાં પહોંચ્યા
આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો – આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.