જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં ફ્લેટ ધરાવતા એક તબિબ દ્વારા પોતાની પત્ની અને તેના પુરુષ મિત્ર સામે ધમકી અંગેની ફરિયાદ નોંધાવી
પતિ પત્નીના સંયુક્ત માલિકી ના ફ્લેટના દસ્તાવેજમાં સહી કરી દેવા માટે પત્ની અને તેના સાથીદારે ધમકી આપી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૫, જામનગરના એક ડેન્ટિસ્ટ તબીબ બને તેની પત્ની વચ્ચે ના ઝગડા નો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને સંયુક્ત માલિકીના ફ્લેટના દસ્તાવેજમાં સહી કરી દેવા માટે તબિબને તેની પત્ની તથા તેની સાથે ના પુરુષ મિત્રએ ધમકી આપ્યા ની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ નો મથકમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરના વતની અને હાલ વડોદરામાં ડેન્ટિસ્ટ તરીકે તબીબી પ્રેક્ટિસ કરતા વિશાલભાઈ માધવદાસ પંચમતીયા(૩૭) કે જે તબીબની માલિકીનો જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં મુકુંદ વિલા એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરનો ફ્લેટ આવેલો છે. જે ફલેટ ની માલિકી તબીબ વિશાલભાઈ અને તેની પત્ની રીધી બેન ની સંયુક્ત માલિકીની છે, અને તે પ્રકારની રજિસ્ટર દસ્તાવેજની નોંધણી કરાવેલી છે.હાલમાં તબિબ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતાં બંને વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને અદાલતમાં છુટાછેડા સુધી વાત પહોંચી હતી, અને જે કેસ પેન્ડિંગ છે. દરમિયાન પત્ની રિદ્ધિબેન કે જેણે જામનગરમાં નયનકુમાર હર્ષદભાઈ ત્રિવેદીનામના વ્યક્તિ સાથે મિત્રાચારી કરી લીધી છે, અને તેની સાથે રહે છે.પોતે જે ફ્લેટમાં રહે છે તે ફ્લેટ સંયુક્ત માલિકી નો હોવાથી રિધ્ધીબેન અને તેના મિત્ર નયને ફ્લેટના કાગળમાં સહી કરી દેવા માટે વિશાલ પંચમતીયાને દબાણ કર્યું હતું, અને ધાક ધમકીઓ આપી હતી, જેથી તબિયત દ્વારા આ મામલાને સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને પોતાની પત્ની તથા તેના પુરુષ મિત્ર સામે બી.એન.એસ. કલમ ૩૫૨,૩૫૧(૩),૫૪ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસહેડ કોન્સ્ટેબલ આર.ડી. ગાંભવા સમગ્ર મામલામાં ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે, અને ફ્લેટના દસ્તાવેજ સહિતના કાગળ મેળવવા માટેની અને તેની ખરાઈ કરવા માટેની કાર્યવાહી હાથ કરી છે.