જામનગરની જી.જી હોસ્પિટલમાં બિનવારસુ દર્દી પીળાથી કણસતો રહ્યો : ડોકટરને સારવારની ફુરસત “ન” મળી..
જામનગરની જી.જી હોસ્પિટલના ઓથો વિભાગમાં ડો. બેદરકારી છતી થઈ
- બિનવારસુ દર્દી ત્રણ કલાક દર્દથી કણસતો રહ્યો: પરંતુ હાજર ડૉક્ટરે લાઇનમાં વારા પ્રમાણે તપાસવાનો હઠાગ્રહ કરતા મામલો બિચક્યો
- દર્દી વતી હાજર સ્ટાફે રાજ્ય સરકારના 104 માં ફરીયાદ કરી તો કોકટરે વાત કરવાની ના પાડતા કચવાટ ફેલાયો છે.
- ડોક્ટરના વર્તન અંગેની અનેક ફરિયાદ ઉઠયાની રાવ: સાથી કર્મચારી પણ કંટાળી ગયા છે.!!!
દેવી ન્યુઝ જામનગર તા.૨૯ સપ્ટેમ્બર ૨૨ જામનગરની મધ્યમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે હંમેશાને માટે કોઈને કોઈ કારણસર સતત વિવાદમાં રહેતી હોય છે તેવામાં ગઈકાલે સારવારમાં આવેલ બીનવારસુ દર્દીને હોસ્પિટલમાં ફાળવેલ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે લાઇનમાં વારો આવશે તેવું જણાવતા દર્દી બપોરથી સાંજ સુધી સ્ટ્રેચરમાં દર્દથી કણસણતો રહ્યો પરંતુ હાજર ડોકટરે સારવારની તસ્દી ”ન” લેતા થોડી ક્ષણ દેકારો બોલી ગયો હતો
શહેરની જી.જી હોસ્પિટલમાં બિનવારસુ દર્દીને અગવડ ‘ન’ પડે તે માટે ૩ નંબર OPD માં દર્દીઓ માટે હોસ્પિટલ પ્રંશાસને બે કર્મચારીઓ ફાળવેલ છે તેની કામગીરી ફક્ત ઇમરજન્સી આવેલ દર્દીના સગા ન આવે ત્યા સુધી સાથે રહી સારવાર કરાવવી પરંતુ ગઇકાલે આવેલ દર્દીની હાલત ગંભીર હતી , પીળાથી કણસતો હતો છતા ડોકટરે ત્રણ કલાક સુધી સારવાર ‘ન’ કરતા મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચયો લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો આ મુદ્દાએ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.