જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ૪,૫૦૦ જેટલા પતંગોનું વિતરણ કરાયું
સાયબર ક્રાઈમની જાગૃતિ લાવવાના ભાગરૂપે સાઇબર ફ્રોડ થી બચવા ના સંદેશા લખેલા પતંગો અલગ અલગ વિસ્તારમાં જઈ ઉડાવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪, જાન્યુઆરી ૨પ જામનગરના ઉત્સવ પ્રેમી એવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ કે જેઓ ભારતીય સંસ્કૃતિ મુજબના પ્રત્યેક તહેવારોની ઉમંગભેર ઉજવણી કરે છે, અને તે પણ ખાસ કરીને જામનગરના સમગ્ર પોલીસ વિભાગને પોતાનો પરિવાર બનાવીને તેની સાથે જ તમામ તહેવારોની ઉજવણી કરે છે. જેની પ્રતીતિ મકરસંક્રાંતિના પર્વના દિવસે પણ થઈ હતી.જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિ ના પર્વને દિવસે પોલીસ હેડ ક્વાર્ટર માં પહોંચ્યા હતા, જ્યાં જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાય એસ પી આર. બી. દેવધા અને એલસીબી, એસ ઓ જી ના પી.આઈ. અને તેમનો તમામ પોલીસ સ્ટાફ ઉપરાંત જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ તથા તેઓના પરિવાર વગેરેને સાથે રાખીને પતંગ ઉડાવી મકરસંક્રાંતિ ના ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી. અને પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો વગેરે ઉત્સાહભેર જોડાયા હતા, અને પોલીસ હેડ ક્વાર્ટરનું આકાશ પતંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું.પતંગ મહોત્સવ ની સાથે સાથે જામનગરની જનતાને સાઇબર ફ્રોડ થી બચવા સાયબર ક્રાઈમ ની ટિમ દ્વારા તૈયાર કરાયેલા સાઇબર અંગેના જુદા જુદા સંદેશાઓ પતંગ ના માધ્યમથી પણ પોલીસ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હતી, અને આજે મકરસંક્રાંતિના પર્વના દિવસે સમગ્ર શહેરભરમાં તે અંગેની વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી.જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં જુદી જુદી પોલિસી વીભાગની ટીમ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં જઈને ૪,૫૦૦ થી વધુ સાયબર ક્રાઇમ અંગે ના સંદેશા લખેલા પતંગોનું નગરજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. એટલું જ માત્ર નહીં આવા સંદેશા વાળા પતંગો અલગ અલગ વિસ્તારમાં ઉડાવીને પણ લોકોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પણ સારી સફળતા મળી હતી. અને પોલીસની આ પહેલને લઈને નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.