Home Gujarat Jamnagar જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટનાથી ચકચાર: તપાસ કમીટી રચાઈ

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટનાથી ચકચાર: તપાસ કમીટી રચાઈ

0

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટનાથી ચકચાર: તપાસ કમીટી રચાઈ

25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ

લેખિત ફરિયાદના પગલે તાકીદે મળી એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી

ત્રણ સભ્યોની તપાસ સમિતિ દ્વારા નિવેદનો નોંધવા હાથ ધરાતી કાર્યવાહી

તપાસ અહેવાલ પછી જવાબદાર છાત્રો સામે શિક્ષાત્મક પગલાં અંગે લેવાશે નિર્ણય

રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તપાસ કાર્ય શરૂ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર 22. જામનગરની સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ ચકચરા જનક ઘટનાની વિગત પ્રમાણે, જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા 25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

વધુમાં મળતી વિગત મુજબ સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં 25 થી વધુ જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને રેગીંગની અગાઉ પણ જામનગરની કોલેજોમાં ઘટનાઓ બની ગઈ છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બની ગયા છે. સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલને મળેલી રેગીંગની ફરિયાદના આધારે એન્ટી રેગીંગ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

આ બનાવ મામલે લેખીતમાં ફરિયાદ મળતાં શહેરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ત્વરિત રીતે ગઈકાલ તા. 21 ના રોજ કોલેજની એન્ટી રેગીંગ કમિટિની મીટીંગ બોલાવવામાં આવી હતી.

આ મીટીંગમાં વિદ્યાર્થીઓએ કરેલી રેગીંગ અંગેની લેખિત ફરિયાદ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવ્યા પછી સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ આજ સાંજ સુધીમાં પોતાનો તપાસ અહેવાલ કોલેજની એન્ટી રેગીંગ કમિટિને આપશે.

આ અહેવાલના આધારે પુરાવા તથા નિવેદનોની ગંભીરતા -સત્યતાનું મૂલ્યાંકન કરી રેગીંગ કરનારા કોલેજના ત્રીજા અને ચોથા વર્ગના વિદ્યાર્થીઓ સામે કાયદાકીય જોગવાઈ હેઠળ કયા શિક્ષાત્મક પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં આવશે.

વધુમાં સાંપડતી વિગતો મુજબ રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તપાસ કાર્ય શરૂ કર્યું છે. અને પ્રથમ રેગીંગનો ભોગ બનેલા છાત્રોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. એ પછી જેમની સામે રેગીંગની ફરિયાદ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને પણ રૂબરૂ બોલાવી પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવશે.

આ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના આધારે એન્ટી રેગીંગ કમિટિ રેગીંગના દુષણમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે સજાના કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version