જામનગરમાં પૈસાની લેતી-દેતી બાબતે વેપારી અને ફાઇન્સરે એકબીજાને થપ્પડો ચોડી દીધી :મામલો પોલીસ મથકે
- વેપારી દંપતીએ અગાઉ ધાકધમકી અંગેની કરીયાદ પણ કરી હતી
- પ્રકાશ મુજાલે ૧૦ ટકા વ્યાજ વસુલ્યાનો દંપતિનો આક્ષેપ: સામસામી ફરિયાદ નોંધાવાઈ
- સોની વેપારીને ઘરે જઈ ધમકાવ્યાનો વિડીયો થયો વાઈરલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯. સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૭ માં રહેતા અને નાગર ચકલામાં દિપક નોવેલ્ટી સ્ટોર ચલાવતા વિજય ભરતભાઈ નાંઢા અને પ્રકાશ ભાયલાલ મુંજાલ વચ્ચે ગઇકાલે મીગ કોલોની નજીક ચેતક ટ્રાવેલ્સ પાસે પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને બંનેએ એકબીજાને ત્રણ ત્રણ થપ્પડ ચોડી દીધાની સામ-સામી સીટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.