જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના રસ્તાઓની બિસ્માર હાલત
-
બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગકારોમાં રોષ, વિદેશી મહેમાનોને શું સંદેશો?
-
આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ એક્સપોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪ જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાઓની સમારકામની બાબતમાં કોઈ પગલાં લેવામાં ન આવતા ઉદ્યોગકારો તોબા પોકારી ઉઠ્યા છે. બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગનગરના એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ જ પ્રયાસ કરવામાં આવતો ન હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. એસોસિએશન માત્ર પોતાની સિદ્ધિઓનો જ દંભ કરે છે અને ઉદ્યોગકારોની મુશ્કેલીઓ તરફ ધ્યાન આપતું નથી.