મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડીસેમ્બર ૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.