Home Gujarat Jamnagar ધ્રોલના સોયલ ટોલ નાકા પાસે સશસ્ત્ર ધિંગાણું : 3 યુવાનના માથા ફાટી...

ધ્રોલના સોયલ ટોલ નાકા પાસે સશસ્ત્ર ધિંગાણું : 3 યુવાનના માથા ફાટી ગયા

0

જામનગર જિલ્લા નાં ધ્રોલ નજીક નાં સોયલ ટોલ નાકે ત્રણ યુવાનો ઉપર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો

  • રાજકોટ ના વતની એવા ૧૦ થી ૧૨ શખ્સોએ સમાધાન માટે ટોલનાકે બોલાવ્યા પછી જીવલેણ હુમલો કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જુલાઈ ૨૪, જામનગર ના યુવાન ને સમાધાન માટે ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકે મોડી રાત્રે બોલાવ્યા પછી દસ થી બાર શખ્સો એ પૂર્વયોજિત કાવતરું કરી ને એક યુવાન અને તેના બે મિત્રો ઉપર તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ એક યુવાન ઉપર ગાડી ચડાવી દઈ કચડી નાખવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનો ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે કાવતરું ઘડવા અને હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવ અંગે વિગત એવી છે કે જામનગર ના રામેશ્વર નગર માટેલ ચોક વિસ્તારમાં રહેતા અને ફાઇનાન્સ નું કામ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા મહેન્દ્રસિંહ જેઠવા ના માસીયાઇ ભાઈ ની દીકરી ને આરોપી મયુરસિંહ ( રાજકોટ ) પરેશાન કરતો હતો, અને ગત રાત્રે મોટા માંઢા ગામે તેની દીકરીને ઉપાડવા માટે પણ ગાડી લઈને પહોંચ્યો હતો.

આ બનાવ અંગેની જાણ થતાં જ દિવ્યરાજસિંહ દ્વારા આરોપી નાં સાગરીત ને ફોન કરવામાં આવતાં સમાધાન માટે ધ્રોલ નજીક ના સોયલ ટોલ નાકે આવી જવા જણાવ્યું હતું. આથી ગત મોડી રાત્રે ફરિયાદી દિવ્યરાજસિંહ જેઠવા પોતાના મિત્ર ધનરાજસિંહ નવલસિંહ પરમાર , જીતેન્દ્રસિંહ રાયજાદા અને કરણ પોપટ ને લઈ ને સોયલ ટોલ નાકે પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી ચાર અલગ અલગ મોટરકારમાં આવેલા વિક્રમસિંહ રાણા , મયુરસિંહ રાણા સાહિત નાં ૧૦ થી ૧૨ શખ્સો એ તલવાર , પાઇપ વડે દિવ્યરાજસિંહ જેઠવા , અને તેના મિત્ર ધનરાજસિંહ અને જીતેન્દ્રસિંહ રાયજાદા ઉપર હુમલો કર્યો હતો. જેમાં દિવ્યરાજસિંહ ને અને ધનરાજસિંહ ને માથામાં તલવાર મારવામાં આવી હતી, જ્યારે જીતેન્દ્રસિંહ ને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવ્યરાજ સિંહ જેઠવા નીચે પડી જતાં તેના બંને પગ ઉપર મોટરકાર ચઢાવી દેવામાં આવી હતી. આ પછી લોકો ત્યાં એકઠા થઇજતાં તમામ આરોપીઓ પોતાના વાહન માં રાજકોટ તરફ નાસી ગયા હતા.

આ બનાવ માં ઇજાગ્રસ્ત ત્રણેય ને સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવા હતાં .જ્યાં દિવ્યરાજસિંહ જેઠવા એ પોલીસ મા ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે હત્યા પ્રયાસ કાવતરું વગેરે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે .જેની તપાસ પો સબ. ઇન્સ.પી જી.પનારા ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version